Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

તમામ રોગોની આધુનિક સુવિધાપૂર્ણ સારવાર કરતી HCG હોસ્પિટલનો પ્રારંભ

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના આંગણે દર્દીઓની સેવામાં વધુ એક કોર્પોરેટ હોસ્પિટલનું આગમન : ૧૫૦ બેડની અતિ આધુનિક હોસ્પિટલમાં નામાંકિત ત્રણ દાયકાની સેવાનું ભાથુ બાંધનાર ડો. સુધીર ભીમાણી, ડો.ગીરીશ પટેલ, ડો.ભરત પારેખ, ડો.સંજય ભટ્ટ, ડો.વિનોદ રાખોલીયા, ડો.એન.જે. લાડાણી, ડો.યોગેશ મહેતા, ડો. પ્રશાંત ત્રિવેદી, ડો.બંકીમચંદ્ર થાનકી અને ડો.રાજેન્દ્ર સાગર સહિતના તબીબોની સેવા ઉપલબ્ધ : તબીબી : સેવામાં પારદર્શકતા અને વિશ્વાસનો કોલ આપતા સનિષ્ઠ તબીબો : પારદર્શિતા સાથે સંપૂર્ણ સારવાર એ જ અમારો લક્ષ્યાંક : રીજયોનલ ડાયરેકટર ડો.ભરત ગઢવી

રાજકોટ : સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમય સુધી દર્દીઓની સચોટ અને સફળ સારવાર કરી અનોખી પ્રતિભા સંપન્ન તબીબોએ એચસીજી હોસ્પિટલમાં સેવા આપનાર છે. એચસીજી હોસ્પિટલના શુભારંભ પૂર્વે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, સાથે મુલાકાત દરમિયાન તસ્વીરમાં ડો.સંજય ભટ્ટ, ડો.વિનોદ રાખોલીયા, ડો.બંકીમચંદ્ર થાનકી, ડો.સુધીર ભીમાણી, ડો.એન.જે. લાડાણી, ડો.પ્રશાંત ત્રિવેદી, ડો.અભિનવ જોષી, એડમિનિસ્ટ્રેટર તુષાર દવે અને 'અકિલા'ના ઉદય વેગડા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ : ચારેય દિશાએથી ખૂબ વિકસતુ રાજકોટ શહેરમાં વધુ એક કોર્પોરેટ હોસ્પિટલનું આગમન થયુ છે. પારદર્શકતા સાથેના સંપૂર્ણ સારવારના લક્ષ્યાંક સાથે એચસીજી હોસ્પિટલનો પ્રારંભ થયો છે. ૧૫૦ બેડની આધુનિક હોસ્પિટલ દર્દીઓની સેવામાં ખુલ્લી મૂકાય છે.

રાજકોટ નહિં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં તબીબી ક્ષેત્રે ખૂબ નામના ધરાવતા પ્રતિષ્ઠિત અને સ્વચ્છ પ્રતિભા સંપન્ન ડોકટરો સર્વશ્રી ડો.સુધીર ભીમાણી, ડો.ગીરીશ પટેલ, ડો.ભરત પારેખ, ડો.સંજય ભટ્ટ, ડો.વિનોદ રાખોલીયા, ડો.એન. જી. લાડાણી, ડો.યોગેશ મહેતા, ડો. પ્રશાંત ત્રિવેદી, ડો.બંકીમચંદ્ર ખાનકી, ડો.રાજેન્દ્ર સાગર, એચસીજી હોસ્પિટલના પ્રમોટર્સ તરીકે સેવા આપશે.

ત્રણ દાયકાથી વધુ સમય સુધી દર્દીઓની સેવા કરીને તબીબી આલમમાં અનોખી પ્રતિભા કંડારનાર જાણીતા તબીબોની હોસ્પિટલને ખૂબ શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

એચસીજી – હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લી. રાજકોટ શહેરમાં ૧૫૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ શરૂ કરી ગુજરાતમાં વિસ્તરણ કરી રહી છે. ગુજરાત રાજયમાં અમદાવાદ અને ભાવનગર બાદની આ ત્રીજી મલ્ટિશ્પેયાલિટી હોસ્પિટલ છે, રાજકોટમાં એચસીજી હોસ્પિટલ અયોધ્યા ચોક ૧૫૦ ફૂટ પર આવેલ છે જે તબીબી ક્ષેત્રે અત્યાધુનિક ટેકનોલોજી અને સંશોધન અને નિષ્ણાતોની સહાય દ્વારા ઉચ્ચકક્ષાની પારદર્શિક સારવાર પૂરી પાડશે, અદ્યતન મેડિકલ સુવિધા અને એકસ્પર્ટ ડોકટર ની ટીમથી સુસજજ આ હોસ્પિટલ સૌરાષ્ટ્ર – કચ્છ વિસ્તારમાં હેલ્થકેર ક્ષેત્રેમાં એક નવો ચીલો પડશે.

દર્દીઓની સારવાર માટે આ હોસ્પિટલની સુવિધા અર્પણ કરતાં  હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લી. ના રીજનલ ડાયરેકટર ડો. ભરત ગઢવી જણાવે છે કે એચસીજીમાં અમે હેલ્થકેરના ભવિષ્યને સતત ઉજજવળ બનાવવાના પ્રયાસમાં કાર્યરત છીએ. ભારતભરમાં સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ આસાનીથી દરેકને મળી રહે, તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને અમારી આ યાત્રામાં ગુજરાત મહત્વપૂર્ણ રાજય બનવા પામ્યું છે. રાજયમાં ત્રીજી મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ નો પ્રારંભ કરીને અમે સૌરાષ્ટ્ર તથા કચ્છના લોકોની તબીબી જરૂરિયાતોને પૂરી કરવા પ્રતિબધ્ધ છીએ. દર્દીને લાંબુ અને સ્વસ્થ જીવન મળે, તે અમારો ઉદેશ છે. એક પ્રબળ અને વિસ્તારેલ હોસ્પિટલ નેટવર્કના કારણે લાખો લોકોને યોગ્ય અને અગ્રિમ તબીબી સારવાર એચસીજી દ્વારા મળી રહેશે.

એચસીજી હોસ્પિટલ, રાજકોટના પ્રવકતા ડો. સુધીર ભીમાણી વધુમાં જણાવે કે, શ્રેષ્ઠતમ સુવિધા અને ઉચ્ચતર ટેકનોલોજી દ્વારા અમે સૌરાષ્ટ્ર તથા કચ્છના લોકોને યોગ્ય અને સુરક્ષિત તબીબી સારવાર આપવા કટીબધ્ધ છીએ. રાજકોટ એક વિકસિત શહેર તરીકે ઉભરી રહયું છે. ત્યારે અહીના લોકોને પાયાની તબીબી સુવિધા માટે દૂરના મોટા શહેરમાં ન જવું પડે અને અહી ઉત્ત્।મ સુવિધા મળે, સાથોસાથ એક એવી તબીબી પધ્ધતિની જરૂર હતી, જે પારદર્શી અને નૈતિક મૂલ્યો ધરાવતી હોય, જે હવે એચસીજી દ્વારા પૂરી પાડવામાં આવશે.

એચસીજી હમેશા ડોકટર પાર્ટનર મોડેલ પર કામ કરતી સંસ્થા છે. જેમાં શહેરના નામાંકિત ડોકટર પાર્ટનર હોય છે જેથી દર્દીને પાયાની આરોગ્ય સારવાર કોર્પોરેટ હોસ્પિટલ કરતાં ખૂબ જ ઓછા ભાવે આપી શકાય છે. આ પ્રકારની હોસ્પીટલમાં સારવારની પારદર્શિતાનું સ્તર ખુબજ ઉંચુ હોય છે.

એચસીજી હોસ્પિટલ રાજકોટમાં શહેરના નામાંકિત ડોકટર જે આપના શહેર માં છેલ્લા ૨૫-૩૦ વર્ષથી સેવાઓ આપી રહેલ છે. તે ડોકટર પણ જોડાયેલ છે,

ખાસ ગુણવત્ત્।ાયુકત હ્રદયની સારવારને પૂરી કરવા એચસીજી હોસ્પિટલ દ્વારા એક ખાસ પ્રકારની કેથલેબ લાવવામાં આવી રહી છે. જે ભારતમાં આ પ્રકારનું પ્રથમ મોડલ છે. જેમાં અનુભવી ડોકટરની ટીમ સેવા આપશે. આ હોસ્પિટલ વિવિધ તબીબી સારવારનું મુખ્ય કેન્દ્ર બનશે જેમાં હ્રદયની સારવાર ઈમરજન્સી અને ક્રિટીકલ કેર, મૂત્રમાર્ગના અને કિડનીની સારવાર, મગજ અને કરોડરજ્જૂની સારવાર, પેટરોગ તથા હાડકાં અને સાંધાના રોગોની સારવાર ઉપલબ્ધ હશે.

હોસ્પિટલ ખાસ અનુભવી અને નિષ્ણાંત તબીબોની ટીમ ધરાવે છે. જે આ પહેલા વિદેશની જાણીતી સંસ્થાઓમા સેવા આપી ચૂકેલા છે. નિષ્ણાંત તબીબીની ટીમ દ્વારા રાજકોટમાં રોગના નિદાન અને તેની  સારવાર તથા સારવાર પધ્ધતિને નવો આયામ આપશે.

દર્દીઓની યોગ્ય સુવિધા અને સારવાર માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના નીતિ નિયમ અને કાર્ય પધ્ધતિ નું પાલન કરવામાં આવશે. ટૂંક સમયમાં જ શહેરમાં કેન્સર કેર સુવિધા પણ એચસીજી દ્વારા શરૂ કરવામાં આવશે.

એચસીજી હોસ્પિટલ રાજકોટ વિશે

એચસીજી અમદાવાદ અને ભાવનગર શહેરમાં મલ્ટિશ્પેયાલિટી હોસ્પિટલ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બજાવી રહેલ છે. અહીંની મુખ્ય સ્પેશીયાલિટીમાં કાર્ડિયોલોજી, ન્યૂરોલોજી, ઓર્થોપેડિક, ગેસ્ટ્રોએન્ટરોલોજિ, યુરોલોજી, ઇન્ટરનલ મેડિશિન, પલમોનરી અને ક્રિટીકલ કેરની સેવાનો સમાવેશ થાય છે. એચસીજી હોસ્પિટલ રાજકોટની ૧૫૦ બેડની અત્યાંધુનિક હોસ્પિટલ છે જેમાં ભારતની સર્વપ્રથમ કેથલેબ સિસ્ટમ છે. આ કેન્દ્ર દ્વારા રાજકોટમાં તમામ પ્રકારની એટ્લે કે ૩૬૦ ડિગ્રી તબીબી સુવિધા પૂરી પાડવાનો અમારો હેતુ છે. જે વિશ્વાસ નૈતિકતા અને પારદર્શિતાના મૂલ્યો સાથે બંધાયેલ છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો : એચસીજી હોસ્પિટલ : અભિનવ જોશીઃ ૯૧ ૯૦૯૯૦ ૪૮૮૫૦: એડ્રેસઃ- એચસીજી હોસ્પિટલ, એચસીજી રોડ, અયોધ્યા ચોકડી પાસે ૧૫૦ રિંગ રોડ, ફોન નં.૦૨૮૧ ૬૧૯૧૦૦૦- રાજકોટ.

ડો. ભરત ગઢવી

HCG હોસ્પિટલમાં તબીબી વિભાગો

એચસીજી હોસ્પિટલ, રીજીયોનલ ડાયરેકટર

રાજકોટ : અકસ્માત અને ઈમર્જન્સી, એલર્જી અને ઈમ્યુનોલોજી, એનેસ્થેસિયોલોજી, આર્થરોસ્કોપી અને સ્પોર્ટસ મેડિસિન, બેરિયાટ્રીક સર્જરી, કાર્ડિયાક એનેસ્થેસિયોલોજી, કાર્ડિયોલોજી (હૃદય રોગ), કાર્ડિયોથોરેસિસ અને વાસ્કયુલર સર્જરી, ક્રિટિકલ કેર, ડેન્ટિસ્ટ્રી, ડર્માટોલોજી અને વેનેરોલોજી, ડાયાબિટીસ અને એન્ડોક્રાઈનોલોજી, ઈ.એન.ટી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જરી, જી આઈ સર્જરી, ગાયનેકોલોજી અને ઓબ્સ્ટ્રેટ્રિકસ, એચઆઈવી અને ચેપી રોગો, ઈન્ટરનલ મેડિસીન, મેકિસલો ફેશિયલ સર્જરી, નેફ્રોલોજી (કિડનીના રોગો), ન્યુરોસર્જરી અને સ્પાઈન સર્જરી, મેડિકલ ઓન્કોલોજી, ઓપ્થલ્મોલોજી, ઓર્થોપેડિકસ, પેઈન મેનેજમેન્ટ, ફિઝીકલ મેડીસીન એન્ડ રીહેબ, પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટોલોજી, પ્રિવેન્ટિવ હેલ્થકેર, સાઈકયાટ્રિક, પલ્મોનોલોજી (ફેફસાના રોગો) અને ચેસ્ટ ડીસીસ, સ્પાઈન સર્જરી, યુરોલોજી (પેશાબના રોગો), સર્જિકલ ઓન્કોલોજી વિભાગ.

(4:25 pm IST)
  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • શેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST

  • પ્લાસ્ટિકની બોટલ્સ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશો તો રિટર્નમાં મળશે 1 રૂપિયો: પાણી, ઠંડા પીણા સહિતની પોલિથિલિન ટેરેફ્થાલેટ (PET)- પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજ્યભરમાં રીવર્સ વેન્ડિંગ મશીન (RYM) લગાવાશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત access_time 1:16 am IST