Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કોલેજ-એપાર્ટમેન્ટ-સ્માર્ટઘરમા સહિતના પ૧ સ્થળો મચ્છરોના ઘર

મેલેરીયા વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ચેકીંગઃ ૬૩ ને દંડઃ ૪ સ્થળોએથી ૧૦ હજારનો દંડ

રાજકોટ તા. ૭ : મેલેરિયા મુકત ગુજરાત ર૦રર અભિયાન અને જુન માસ, 'મેલેરિયા વિરોધી માસ' અંતર્ગત રાજકોટને મેલેરિયા મકત કરવા અને લોકોમાં મચ્છર ઉત્પતિ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ-ચીકનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ આરોગ્ય શિક્ષણ તથા જુદા-જુદા પ્રીમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સસઘન ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે અંતર્ગત છેલ્લાપાંચ દિવસમાં મહાનગર પાલિકાના આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યજનાની ટીમો દ્વારા શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાલતી બાંધકામ સાઇટોનું સઘન ચેકીંગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાંથી કુલ-૧૧પ બાંધકામ સાઇટની મચ્છર ઉત્પતિ સબબ મુલાકાત લઇ ૬૩ બાંધકામ સાઇટને મચ્છરની ઉત્પતિ અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી પરિસ્થિતિ જોવા મળતા નોટીસ આપવામાં આવેલ તથા રૂ. ૧૦,૦૦૦ જેટલો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે

આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મેલેરીયા વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગહાથ ધરવાવામાં આવ્યા છ.ે

રેસીડેન્સી એપા.-ગ્રાન્ડ હોટેલ પાછળ ્યશમ બંગલો સાધુ વાસવાણી રોડ, ઇન્ડીયા પ્રા.લી. સિવિલ કેમ્પસ, જાનકી બંગલો-સાધુવાસવાણી રોડ ,શિવાલય બિલ્ડીંગ મવડી મે.રોડ, શિવાલય બિલ્ડીંગ મવડી મે.રોડ, સિલ્વર પ્લાઝા મવડી મે.રોડ સોપાન બિલ્ડીંગ રૈયાધાર ઇન્ડસ્ટ્રી શેડ આજી જી.આઇ.ડી.સી. સહિતનાઓએ મળેલા

આ ઉપરાંત તેની ટાવર રૈયા રોડ, રણછોડનગર, બાંધકામ સાઇટ, મારૂતી હાઇટસ જયરામ પાર્ક કોઠા .મે.રોડ બી.એમ.સી.ડેવલોપર્સ જયરામ પાર્ક, મકાન-જયરામ પાર્ક કોઠા. મે.રોડ, તુલસી પધરાવ-જયરામ પાર્ક કોઠા મે.રોડ ઓપેરા પોઇન્ટ-કોઠારીયા ગામ સામે સિલ્વર પ્લેસ કોઠારીયા ગામ સામે જગાભાઇ પેડક રોડ, પરસોતમભાઇ કાકારેચા, શ્રી રણછોડનગર, સંત કબીર રોડ પરની ર બાંધકામ સાઇટ ૮૦ ફુટ રોડ પરની બાંધકામ સાઇટ કિંજલ પાર્ક કુવાડવા રોડ, વૃંદાવન, મોરબી રોડ, ગ્રીન લેન્૯ રાજ ડાયમંડ પટેલ નગર-ર, જયેશભાઇ કોન્ટ્રા.ગોકુલ નગર મે. રોડ, ન્યુ બાંધકામ, પરસાણાનગર, ઇન્દ્રપ્રસ્થ સોસા.-ર ની બાંધકામ સાઇટ શિલ્પન બિલ્ડર્સ -ગંગોત્રી પાર્ક, નંદ નિકેતન-પાટીદાર ચોક નંદહાઇટસ પાટીદાર ચોક પાલ્મ યુનિવર્સલ ગંગોત્રી પાર્ક, શ્રી હરી પેલેસ કેરલા પાર્ક, ટ્રીનીટી ટાવર રૈયા રોડ, સીલ્વર પ્લાઝા, સીલ્વર પ્લાઝા, શિવાલય બીલ્ડ કોઇન કયુબ બાંધકામ રૈયાધાર, આર. કે. પ્રાઇમ નાના મૌવા રોડ, ગીતાંજલી સોસા. માં ર બાંધકામ સાઇટ, સહકાર સોસા.માં ર બાંધકામ સાઇટ, વિરાટનગર-૩ ની બાંધકામ સાઇટ સાધના સોસા. ૧ ની બાંધકામ સાઇટ, સહકાર મે. રોડ પરની ર બાંધકામ સાઇટ, પીડીએમ કોલેજ ગોંડલ રોડ, શાર કન્સ્ટ્રકશન દોશી મે. રોડ, સ્માર્ટ ઘર -લલુડી વોકળી, કોઠારીયા કોલોની પરની બાંધકામ સાઇટ, અભિલાષા એપાર્ટમેન્ટ ૮૦ ફુટ રોડ, બ્લુ કલબ જાગનાથ પ્લોટ-પ, પ્રહલાદ પ્લોટ ૪૪, પર ની બાંધકામ સાઇટ, ગોલ્ડન પ્લાઝા -સોની બજાર, હરી દર્શન કોમ્પલેક્ષ, સુમંગલ પાર્ક, સહિતના સ્થળે મળતા નોટીસ પાઠવામાં આવી છે.

આ કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનિષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણી તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ તથા ઇસ્ટ ઝોન મેલેરિયા ઇનસ્પેકટર દિલીપદાન નાંથુઘ વેસ્ટ ઝોન છે. મેલેરિયા ઇન્સપેકટર હિતેશ કારેલીયા, સેન્ટ્રલ ઝોન મેલેરિયા ઇનસ્પેકટર પિનાકીન પરમાર તથા સુપિરીયર ફિલ્ડવર્કર, ફિલ્ડ વર્કરો દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુન માસ, ''મેલેરીયા વિરોધી માસ'' તરીકે ઉજવવામાં આવે છે. આથી પ્રિ-મોનસુનના ભાગ રૂપે મેલેરિયા, ડેન્ગ્યુ રોગ નિયંત્રણ અંગે પગલાઓ લેવામાં આવે છે. લોકોએ પણ પોતાના ઘરમાં અથવા પ્રિમાઇસીસમાં પાણી ભરેલા દરેક પાત્રો જેવા કે સિમેન્ટની ટાંકી, ટાંકા, બેરલ, કેરબા, પક્ષીકુંજ, ફ્રિજની ટ્રે વગેરે નિયમિત ચકાસી મચ્છરના પોરા ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ. મેલેરિયા-ડેન્ગ્યુ-ચિકુનગુનિયફા ફેલાવાતા મચ્છર ચોખ્ખા, બંધિયાર પાણીમાં જ ઉત્પન્ન થાય છે આથી લોકો ઘર/પ્રિમાઇસીસમાં આ બાબતે તકેદારી રાખે અને મચ્છરના પોરા થતા અટકાવે અને મેલેરિયા-ડેન્ગ્યુ-ચિકુનગુનિયા રોગ નિયંત્રણ અંગેની ઝુંબેશમાં સહકાર આપે તેવી દરેક નાગરીકોને અપીલ કરી છે.

(4:23 pm IST)