Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગાયીકીમાં ઉભરતી પ્રતિભાઓને તકઃ સીંગીંગ કોમ્પીટીશનઃ રવિવારે ઓડીશન

રાજકોટ,તા.૭: ફિલ્મી ગીતો ગાવાનો શોખ હોય અને નવોદિત ઉભરતી પ્રતિભા હોય તેવા કલાકારોને પોતાની ગાયકીને રજુ કરવા નવી દીશા અને નવુ પ્લટેફોર્મ મળી રહે તેવા રચનાત્મક ઉદેશ સાથે સુરીલી સાજ સીંગીગ કલબ, રાજકોટ દ્વારા સીંગીંગ કોમ્પીટીશનનું આયોજન કરેલ છે.જેનું પરર્ફોમન્સ ઓડીશનનું સ્થળ ભારત સેવક સમાજ, બાલભવન પાસે, રેસકોર્ષ રીંગ રોડ ખાતે તા.૧૦ રવિવારે સવારે ૯ વાગ્યાથી રાખેલ છે. કલાકારો આ કાર્યક્રમમા જુના નવા ફિલ્મો ગીતો, કવાલી, ગજલ, આલ્બમ રજુ કરી શકાશે.

ઉગતી પ્રતિભાઓને પોતાનો મધુર આવજ રજુ કરવા સુરીલી સાજ સીંગીગ કલબ ઉતમ તક પુરી પાડે છે. સૌરાષ્ટ્રની ઉગતી ગાયક પ્રતિભાઓને આ ઓડીશનમા ભાગ લેવા આમંતરત કરાયા છે. ઓડીશન ફ્રી છે. ત્યારબાદ રૂ.૫૦૦ ફી રાખેલ છે. ફાઈનલમાં આવેલ ૨૦ ગાયકોને રોકડ ઈનામો અપાશે વધુ વિગતો માટે મો.૭૭૭૯૦ ૭૦૮૪૮ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમાં મનસુરભાઈ ત્રીવેદી, રાજ માહિ, વીશાલ માલણ અને મુકેશ માહિ નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:18 pm IST)