Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

૧૧મીએ ભાજપની પાર્લામેન્ટરી બેઠકઃ રાજયભરના મેયરો નક્કી થશે

રાજકોટનાં પ્રમુખ કમલેશ મીરાણી ત્થા મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, જીતુ કોઠારી મેયર , ડે.મેયર, સ્ટેન્ડિગ ચેરમેન માટે ત્રણ-ત્રણ નામોની પેનલ રજૂ કરશે

રાજકોટઃ આગામી તા.૧૪ જુનનાં રાજકોટ સહિત અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર સહિતની મ્યુનિ. કોર્પોરેશેનનાં મેયર સહિતનાં પદાધિકારીઓની મુદત પુર્ણ થનાર છે. નવા મેયર સહિતનાં પદાધિકારીઓની પસંદગી માટે તા.૧૧નાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે મળશે. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ, ત્રણ મહામંત્રીઓ ઉપસ્થિત રહી ત્રણ-ત્રણ નામની પેનલ રજૂ કરશે. રાજકોટથી કમલેશ મીરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી તથા કિશોર રાઠોડ સહિતનાં ઉપસ્થિત રહેશે.

(4:16 pm IST)