Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

કુબલીયાપરાના ખુશાલ સોલંકીને ક્રાઇમ બ્રાંચે ૩૬ હજારના બીયર સાથે પકડ્યો

રાજકોટઃ થોરાળા મેઇન રોડ પર પાણીની કુઇ પાસે કુબલીયાપરામાં રહેતાં ખુશાલ ગોવિંદભાઇ સોલંકી (ઉ.૩૮)ને તેના ઘરમાંથી ક્રાઇમ બ્રાંચે રૂ. ૩૬ હજારના ૨૪૦ બીયરના ટીન સાથે પકડી લીધો છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી ક્રાઇમની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, રામભાઇ વાંક, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સમીરભાઇ, અનિલભાઇ અને હરદેવસિંહની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી. (૧૪.૧૮)

 

(4:16 pm IST)