Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

પતિ કે વડીલોના પીઠબળથી નહિ સ્વબળે મહિલાઓને કરાશે ''પ્રોજેકટ''!

બે નિષ્ણાંત પ્રદેશ પ્રતિનિધિને સાથે રાખીને આવતા અઠવાડીયેથી ગુજરાત-સોૈરાષ્ટ્રના વિસ્તારોને ધમરોળશે રાહુલ ગાંધી દ્વારા દેશભરમાં મહિલાઓને પ્રાધાન્ય આપતો કાર્યક્રમ અમલમાં મુકયોઃ જવાહરલાલ નહેરૂ ટ્રેનીંગ સેન્ટર આપશે વ્યકિતગત માર્ગદર્શન : અગાઉ ચૂંટણી હારેલા કે જીતેલા મહિલા આગેવાનોને મળીને આપશે તાલીમ

રાજકોટ તા.૭: છેલ્લા થોડા સમયથી કોંગ્રસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસને મજબુત બનાવવા અસરકારક પગલાઓ લઇ રહયા છે. યુવાનોને પ્રાધાન્ય અપાયા બાદ હવે કોંગ્રેસ મહિલા આગેવાનો અને કાર્યકરોને પધ્ધતિસરની રાજકીય તથા વહીવટી તાલીમ આપીને પ્રોજેકટ કરવાનું અભિયાન આદરનાર હોવાનંુ જાણવા મળે છે.

 

ઙ્ગપતિદેવ કે પરિવારજનોના ટેકાથી નહિ પરંતુ સ્વબળે સક્રિય રાજનીતિમાં વધુ ને વધુ મહિલાઓ ઉપસી આવે તે માટે દરેક જિલ્લા મથકોએ વ્યકિતગત સંવાદ યોજી મહિલા આગેવાન અને કાર્યકરોને રૂબરૂ મળી તાલીમ આપવા માટેનો એક કાર્યક્રમ રાષ્ટ્રીય કોંગ્રેસે ઘડી કાઢયો છે અને એકાદ અઠવાડીયામાં જ આ અભિયાનનો પ્રારંભ થશે.

આ અભિયાન માટે જવાહરલાલ નહેરૂ ટ્રેનીંગ સેન્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રેનીંગ સેન્ટરમાંથી એક મહિલા અને એક પુરૂષ તજજ્ઞ જીલ્લા મથકે આવશે અને તેમની સાથે પ્રદેશના એક આગેવાન પણ જોડાશે.

જાણવા મળતી વિગતો મુજબ અગાઉ ચૂંટણી લડયા હોય અને જીતેલા કે હારેલા કોંગ્રેસના મહિલા ઉમેદવારો તથા સંગઠનમાં સક્રિય મહિલા કાર્યકરો તથા આગેવાનોને આ રાષ્ટ્રીય ટીમ રૂબરૂ મળવા જશે તેમના પ્રોાફાઇલ, ફોટા તથા ભવિષ્યમાં શું કરવા માંગે છે તે અંગેની અરજી લઇને તેમની સાથે વ્યકિતગત ચર્ચા અને વિચારવિમર્શ કરશે.

આ અભિયાનનો સ્પષ્ટ ઉદેશ સંગઠન અને વહીવટી પાંખમાં ૫૦ ટકા મહિલા કાર્યકરો કે આગેવાન જોડાય તે મુખ્ય છે.

રાજકારણમાં મોટાભાગે પતિદેવ ને ટીકીટ ન મળી હોય તેના બદલે પત્નીને ટીકીટ મળી હોય પછી જીતેલા કે હારેલા તે ઉપરાંત પતિની ગુડવીલના આધારે મહિલાએ ચૂંટણી લડી હોય કે સક્રિય થઇ હોય તે યથાવત રહે અને મહિલા હોદેદાર વતી તેમના પતિ વહીવટ કરે તેના બદલે સબંધીત મહિલાઓ પોતે જ પોતાનામાં રહેલી નારી શકિતનો ઉપયોગ યોગ્ય રીતે અને સ્વતંત્ર રીતે થાય તે માટે ચક્રો ગતિમાન થયા છે.

દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરૂ તાલીમ કેન્દ્ર ખાતેથી એક મહિલા અને એક પુરૂષ તજજ્ઞ જેતે જીલ્લામાં સ્થાનક સ્તરે આવશે અને અગાઉ કે હાલમાં રાજકારણમાં ડગલા માંડનાર મહિલા આગેવાન કે કાર્યકરને મળશે. હાલમાં મોટાભાગના મહિલા પદાધિકારીઓ કે ચૂંટાયેલા મહિલા નગર સેવકો કે જીલ્લા પંચાયતના સભ્યો પતિ કે પરિવારના સભ્યો કહે એમ વહીવટ કરે છે. મોટાભાગે પતિદેવ કે પરિવારજનો જ રાજકીય કામગીરીને અન્ય વહીવટ કરતા હોય છ.ે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહિલાઓ રાજકીય રીતે મજુબત બને અને સ્વતંત્ર રીતે રાજકીય ગતિવિધિઓ અંગે યોગ્ય કરે તે માટે કોંગ્રેસ ભવિષ્ય માટે મહિલા સશકિતકરણ માટે વ્યાપક પગલાઓ લેશે તેમ જાણવા મળે છ.

(4:14 pm IST)
  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વણથંભ્યો ઘટાડો ચાલુ ;કાલે ગુરુવારે પેટ્રોલ ડીઝલમાં સતત નવમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલ -ડીઝલમાં લીટરે 8થી 10 પૈસાનો વધુ ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,91 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,86 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:21 am IST

  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST