Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

93.5 રેડ એફ એમના ગુજરાત હેડ બનતા પ્રિતી શાહ

રાજકોટના રેડિયો ઈન્ડસ્ટ્રીઝમાં ડંકો વગાડયા બાદ 'ગુજરાત હેડ' તરીકેની મોટી જવાબદારી સંભાળી : રેડ એફ.એમના સ્ટેશન હેડ તરીકે છ વર્ષ પહેલા જવાબદારી સંભાળી એક અલગ ઓળખ ઉભી કરી'તીઃ રેડ થપ્પા, કીર્ટી પાર્ટી, બડે- દિલવાલે, કેરી ફોરવર્ડ, કોલેજ કે ટશનબાજ જેવી ઈવેન્ટને જબરી સફળતા મળેલી

રાજકોટ સ્થિત ૯૩.૫ રેડ એફએમના સ્ટેશન હેડ પ્રિતી શાહ આજરોજ ''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવેલા. તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રેડ એફએમના ગુજરાત હેડ બનેલા પ્રીતિબેન શાહ (મો.૯૯૨૫૦ ૨૯૧૮૭) નજરે પડે છે. આ પ્રસંગે રેડ એફએમના પ્રોગ્રામીંગ હેડ અને આરજે નિશીત તથા સીનીયર એકિઝકયુટીવ ટ્રાફીક સાકીર કારીયાણીયા નજરે પડે છે.

રાજકોટ, તા.૭ : શહેરમાં અલગ અલગ કાર્યક્રમ કરીને સુપરહિટ ૯૩.૫ રેડ એફ.એમએ લોકોનાં દિલમાં પોતાનુ સ્થાન જમાવ્યુ છે. કોઈ પણ એફ.એમની ઓળખાણ તેમનાં આરજે હોય છે. પરંતુ આરજે અને અન્ય સ્ટાફને માર્ગદર્શક આપનાર તરીકે સૌથી ટોચ પર એક સ્ટેશન હેડ હોય છે. છ વર્ષ પહેલા રાજકોટ રેડ એફ.એમનાં સ્ટેશન હેડ તરીકે પ્રિતીબેન શાહે એક ચેલેન્જ સાથે જવાબદારી ગ્રહણ કરી હતી. અને આજે રેડ એફ.એમની રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અલગ અલગ ઓળખાણ છે. હવે .રાજકોટ સ્ટેશન હેડ તરીકે પ્રીતિબેન શાહે અલગ અલગ ઉંચાઈ સર કર્યા બાદ તેમની કામની કદરનાં ભાગ રૂપે આખા ગુજરાતની જવાબદારી કંપની તરફથી તેમને આપવામાં આવી છે. જે રાજકોટ માટે ગર્વની વાત છે.

છ વર્ષ પહેલા સુપરહિટ ૯૩.૫ રેડ એફ.એમનાં સ્ટેશન હેડ તરીકે પ્રીતિબેન શાહની નિમણુંક કરવામાં આવી હતી. કોઈ પણ કંપનીનો મુખ્ય પાયો તેમનો સ્ટાફ છે. પરંતુ જો સ્ટાફમાં એકતા ન હોય તો પાયો ડગમગવા લાગે. રેડ એફ.એમનાં સ્ટેશન હેડ પ્રીતીબેને આ મુદ્દા પર તમામ સ્ટાફને એક કરીને  ઈવેન્ટોને પાર પાડી છે. રેડ એફ.એમની રેડ થપ્પા, બડે દિલવાલે, કોલેજ કે ટશનબાજ સહિતની ઈવેન્ટમાં સ્ટેશન હેડ તરીકે નહીં પરંતુ એક પરિવારનાં સભ્ય તરીકે તમામ સાથે રહીને કામગીરી તેમણે કરી છે.

રેડ એફ.એમમાં અનોખુ કરવા માટે તેમનુ માર્ગદર્શન હંમેશા સ્ટાફને મળતુ રહ્યુ છે. એક મહિના પહેલા તેમનાં માર્ગદર્શન હેઠળ કેરી ફોરવર્ડ  નામની ઈવેન્ટ કરવામાં આવી હતી. જેમાં રાજકોટનાં લોકોને એક કેરી ગરીબો માટે આપવા માટે રેડિયો પર અનુંરોધ કરવામાં આવ્યો હતો. જેને અકલ્પનીય સફળતા મળી હતી. અને નામી અનામી લોકો દ્વારા ૧૩૦૦ કિલો કેરી રેડ એફ.એની ઓફીસે પહોંચતી કરી હતી.  અને આખા સ્ટાફ દ્વારા ગરીબો, વૃધ્ધાક્ષમ સહિતનાં જરુરિયાતમંદ સુધી કેરી પહોંચાડવામાં આવી હતી. તેમજ મેંગો પાર્ટીનું પણ તેનાં માર્ગદર્શન હેઠલ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેને ખુબ સફળતા મળી હતી.

આ સિવાય રેડ એફ.એમ. દ્વારા કિટી પાર્ટીનું આયોજન કરવામાં આવતુ હતુ. પરંતુ તે હંમેશા નાના લેવલ પર થતુ હતુ. અને સિમિત લોકોને બોલાવવામાં આવતા હતા.. પરંતુ સ્ટેશન હેડ તરીકે પ્રીતિબેન આવ્યા બાદ કિટી પાર્ટીની અલગ જ ઓળખાણ ઉભી થઈ હતી. નાના લેવલ પર થતી કીટી પાર્ટી ઠાકર હોટલમાં થવા લાગી અને જે મહિલાઓને કીટી પાર્ટીનાં નામથી પરિચીત હતા તેમને ખરેખર કીટી પાર્ટી કોને કહેવાય તેની ઓળખાણ કરાવી. તેમજ દરેક ઈવેન્ટોમાં તેમનું માર્ગદર્શન અને રેડિયો ઈન્ડસ્ટ્રીઝમાં તેમનો ૧૧ વર્ષનો અનુભવ સ્ટાફને મળતો રહ્યો છે. જેથી દરેક વખતે ઈવેન્ટને અનોખી સફળતા મળતી હતી.

તેમની કામગીરીની નોંધ રેડ એફ.એમનાં સ્ટેશન હેડ થયા બાદ કંપની દ્વારા લેવામાં આવી હતી. અને રાજકોટ રેડ એફ.એમની કંપનીની વાર્ષિક સભામાં એવોર્ડથી પણ નવાજવામાં આવી હતી. આ સિવાય પ્રિતીબેન શાહનાં પતિ મિતેશભાઈ, દિકરી મહેક, અને દિકરો મિત તરફથી તેમને હંમેશા ખુબજ મદદ મળી હતી. જેથી એક અલગ લેવલ પર તેઓ આજે છે.

હવે રાજકોટ રેડ એફ.એમને ટોચ પર પહોંચાડ્યા બાદ કંપની દ્વારા તેમને ગુજરાત  રીજનલ હેડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જે એક મોટી વાત છે. રાજકોટથી અમદાવાદ પ્રમોશન સાથે જવુ તે ખરેખર રાજકોટ માટે ગર્વની વાત છે. રેડિયો ઈન્ડસ્ટ્રીઝમાં એક જ કંપનીમાં રહીને પ્રમોશન મેળવુ તે ખુબ જ ઓછી બનતી ઘટના છે. તેઓના સાનિધ્યમાં રાજકોટ, બરોડા, સુરત અને અમદાવાદના સ્ટેશનમાં કામગીરી થશે.

(4:13 pm IST)