Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

૧૪મીએ વિશ્વ રકતદાન દિન : રેડક્રોસ બ્લડ બેંક દ્વારા રકતદાન કેમ્પ

રાજકોટ, તા. ૭ : આગામી તા.૧૪ને ગુરૂવારે વિશ્વ રકતદાન દિવસને અનુસંધાને થેલેસેમીયાગ્રસ્ત બાળકો અને જરૂરીયાતમંદોને રકતના લાભાર્થે રેડક્રોસ બ્લડ બેંક દ્વારા મહારકતદાન શિબિરનું આયોજન સવારે ૯ થી સાંજે ૬ સુધી રેડ ક્રોસ બ્લડ બેંક (કુંડલીયા કોલેજ પાસે, સુચક રોડ) - રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના યુવક મંડળો, સામાજીક સંસ્થાઓ, કોલેજ, રહેણાંક સોસાયટી, ફેકટરી વગેરેને આ મહારકતદાન શિબિરમાં રકતદાન કરવા માટે રેડક્રોસ સંસ્થા તરફથી અપીલ કરાઈ છે. રકતદાન શિબિર અંગે વધુ માહિતી તેમજ નામ નોંધાવવા માટે મો.૯૧૦૬૫ ૯૧૯૧૫, ૮૧૬૦૧ ૨૦૨૮૭ સંપર્ક કરવા યાદીમાં  જણાવાયુ છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:03 pm IST)