Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

બેડીમાં દાઝી જતાં ગીતાબેન કોળીનું મોત

તા. ૭: મોરબી રોડ પર આવેલા બેડી ગામમાં રહેતાં ગીતાબેન સુખાભાઇ સોલંકી (ઉ.૪૨) નામના કોળી મહિલાનું દાઝી જતાં મોત નિપજ્યું છે.

ગીતાબેન ૨૯/૫ના સવારે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન ગત રાત્રે તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.  હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તર અને ધીરેનભાઇ ગઢવીએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ગીતાબેનને સંતાનમાં બે પુત્ર અને પાંચ પુત્રી છે. તેણીના માવતર રાજકોટ રહે છે. પતિ સુખાભાઇ છુટક મજૂરી કરે છે. રસોઇ બનાવતી વખતે સ્ટવમાં ફુંક મારતાં ભડકો થતાં દાઝી ગયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું.

શ્વાસ ચડતાં અમુભાઇ સિતાપરાનું મોત

પીપળીયા હોલ પાસે ન્યુ રામેશ્વર સોસાયટી-૬માં રહેતાં અમુભાઇ જીવાભાઇ સિતાપરા (ઉ.૬૫)ને રાત્રે ઘરે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સ્િવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ભકિતનગરના પીએસઆઇ આર. સી. રામાનુજે જરૂરી કાર્યવાહી કરી હતી.

ચક્કર આવ્યા બાદ કમલેશભાઇ કાચાનું મેત

જીલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટર નં. ૧૧૨માં રહેતાં કમલેશભાઇ જગજીવનભાઇ કાચા (ઉ.૩૪)ને ઘરે ચક્કર આવતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ફરઝાનાબેન શેખનું શ્વાસ ચડ્યા બાદ મોત

પોપટપરા સ્વામિ વિવેકાનંદ શેરી-૩માં રહેતાં ફરઝાનાબેન મહમદભાઇ શેખ (ઉ.૩૯)ને રાત્રે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પ્ર.નગરના રાણાભાઇ ચીહલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)(૧૪.૫)

 

(12:36 pm IST)