Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ફાળો કરી દવાઓ-માસ્ક-એન્ટીજન કીટ ખરીદી આરોગ્ય કેન્દ્રને અર્પણ કરી

લોધીકા તાલુકાનાં શિક્ષકોએ ખુશીઓ વહેંચી... : મામલતદાર રાણાવસીયા અને નાયબ મામલતદાર આર. એસ. લાવડીયા આ સેવા કાર્યમાં ભરપુર સહયોગી થયા

રાજકોટ તા. ૭ : લોધીકા તાલુકામાં પ્રાથમિક શિક્ષકો મોટુ પરિવાર છે અને પ્રાથમિક શિક્ષકો સરકારશ્રીની દરેક યોજના જેમ કે ચૂંટણી, મતદાર યાદી, વૃક્ષારોપણ વિગેરે ફરજ ચીવટપૂર્વક ખંતથી નિભાવે છે. તેમજ અતિવૃષ્ટિ, ભુકંપ જેવી કુદરતી આપદા હોય કે કોરોના મહામારી દરેકમાં અગ્રેસર રહી, સમાજ માટે પ્રેરણાદાયી કર્તવ્ય નિભાવે છે.

લોધીકા પ્રાથમિક શિક્ષક પરિવારના શ્રી કૌશિકભાઇ વ્યાસ, આશિષભાઇ, રામભાઇએ કોરોના મહામારીમાં શિક્ષક પરિવાર કોરોના આપદામાં ખુશી વહેંચવા માંગે છે. માટે આરોગ્ય ક્ષેત્રમાં કઇ રીતે અમે મદદરૂપ થઇએ, એવો ઉમદા વિચાર લઇ, મામલતદાર કે. કે. રાણાવાસીયા તથા નાયબ મામલતદાર આર. એસ. લાવડીયાને મળ્યા. મેડીકલ ઓફીસરશ્રીઓ સાથે ચર્ચા કરી ગ્રામ્ય વિસ્તારોમાં વિટામીન સી. મલ્ટીપરપર્ઝ વીટામીન, ફોલીક એસીડ વિગેરે મેડીસીનની તંગી છે અને આ મેડીસીન એન્ટીબોડી તૈયાર કરે છે. સાથો સાથ પ્રીવેન્શન પગલા રૂપે તથા કોરોના દર્દીની રીકવરી માટે ખુબ જ જરૂરી છે, જેથી મેડીસીન ઉપરાંત ફેસ માસ્ક, ઓકસીમીટર, સેનેટાઇઝર્સ વિગેરે તાતી જરૂરિયાત હોવાનું જણાવેલ છે. શિક્ષક મિત્રોએ અનુદાનને વિશેષાધિરના રૂપમાં ગણી, માત્ર સાત દિવસમાં ફંડ એકઠું કર્યું અને તેમાંથી પ્રેરણા લઇ, મામલતદાર ઓફીસે પણ ફંડ ઉમેરી, આજ રોજ લોધીકા આરોગ્ય કેન્દ્રમાં લોકપ્રિય ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગીતાબેન રાઠોડની પ્રેરણાદાયી હાજરીમાં મામલતદારશ્રી કે. કે. રાણાવાસીયા સાહેબ, શ્રી આર. એસ. લાવડીયા તથા કૌશિકભાઇ વ્યાસ, રાજુભાઇ પટેલએ નીચેની મેડીકલ કીટ-દવાઓ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી જયોત્સનાબેન બોરખતરીયાને સુપ્રત કરવામાં આવેલ છે.

(૧) દવાઓ

ક્રમ મેડીસીનનું નામ             નંગ

(૧) એઝીથ્રોમાયસીન ૧૦ હજાર ટેબલેટ

(ર) વીટામીન સી+ ૧૦ હજાર ટેબલેટ

(૩) પેરાસીટામોલ ર૦ હજાર ટેબલેટ

(૪) ડોકસીસાયકલીન પ હજાર ટેબલેટ

(પ) ફેરોપેન પ હજાર ટેબલેટ

(૬) આયરોન ફોસીક એસીડ

પ હજાર ટેબલેટ

(ર) ફેસ માસ્ક એન ૯પ ૩૦૦૦ નંગ

(૩) ફેસ માસ્ક પ્રીલેયર ૬૦૦૦ નંગ

(૪) એન્ટીટેસ્ટ કીટ ૩૦૦ કીટ

(પ) પી.પી.ઇ. કીટ ૧૦ નંગ

(૬) ફેસ શીલ્ડ પ૦ નંગ

(૭) સેનીટાઇઝર્સ પ૦૦૦ એમ.એલ.

(૮) ઓકસીમીટર ૧પ નંગ

શિક્ષકમિત્રો તથા મામલતદાર કચેરીના સ્ટાફએ ''જે લોકો બીજાની ખુશી માટે કામ કરે છે તેની ખુશીની જવાબદારી ખુદ ઇશ્વર પોતે લે છે'' તેવી લાગણી-ભાવના સાથે અનુદાન આપેલ છે. સાથો સાથ સમાજનું છે અને સમાજને અર્પણ કરી ગૌરવની લાગણી અનુભવી, સમાજને પ્રેરણા પુરી પાડેલ છે.

(4:12 pm IST)
  • સેન્સેક્સ ૪૯૦૦૦ ઉપર : મુંબઇઃ આજે શેરબજારમાં તેજીનો માહોલઃ બપોરે ૩ વાગ્યે સેન્સેક્સ ૨૮૨ પોઇન્ટ વધીને ૪૯૨૩૨ અને નીફટી ૧૦૪ પોઇન્ટ વધીને ૧૪૮૨૯ ઉપર છેઃ બેન્કીંગ શેરોમાં વેચવાલી access_time 3:58 pm IST

  • કેન્દ્ર સરકારે સેકસન ૨૬૯ એસ.ટી માં છૂટછાટો આપી છે. કોવિડની ટ્રીટમેન્ટ માટેની મેડીકલ સવલતોનું રોકડમાં ચુકવણું કરવાની લિમિટને લગતી આ છૂટછાટો અપાયેલ છે. ન્યૂઝફર્સ્ટ access_time 9:57 pm IST

  • પોરબંદરમાં આજે 25 મૃતદેહને અગ્‍નીસંસ્‍કાર કરાયો હતો જેમાં 4 કોરોનાનો પોઝીટીવ હોવાનું જાણવા મળે છે access_time 10:17 pm IST