Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કર્મકાંડી બ્રાહ્મણ પરિવારના આપઘાત કેસમાં આરોપીઓને પકડવાની માંગણી

ગામે ગામ ધરણાંઓ કરવામાં આવશે : પંકજ રાવલ-મિલન શુકલ

રાજકોટ, તા. ૭ :  તાજેતરમાં બ્રહ્મદેવોના પરિવારમાં બે વ્યકિતઓ આરોપી દિલીપ કોરાટ તથા વોરા વકીમની સક્રિય ભૂમિકાને કારણે મરણ થયુ છે. તેવા સંજોગો ઉભા આરોપીએ કરેલ હોય આોરપી ને કારણે બે ભૂદેવ ગુજરી ગયા હોય અને એક યુવાન મરણ પથારીએ હોય પરંતુ રાજકોટ પોલીસ કોઇ પગલા લેતી નથી. ભૂદેવો સાથે જ કેમ આવુ થાય છે. તેવો પ્રશ્ન સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખે પંકજ રાવલે કરેલ છે. બે ભૂદેવોના મૃત્યુ સૌરાષ્ટ્ર કચ્છ-બ્રહ્મ સમાજ જોઇ શકે તેમ નથી ભૂદેવો શોકમાં ચાલ્યા ગયા છે. જો આગામી બે દિવસમાં આરોપી દિલિપ કોરાટ તથા વોરા વકીલની ત્થા તેની સાથે મળેલા ઇસમોની ધરપકડ કરી જેલ હવાલે નહિ પોલીસ કરે તો સૌરાષ્ટ્ર કચ્છમાં ગામે-ગામ શહેરોમાં ધરણા કરવામાં આવશે. તેવી ચીમકી સૌરાષ્ટ્ર કચ્છ-બ્રહ્મ સમાજના પ્રમુખ પંકજ રાવલે આવેલ છે.

રાજકોટ શહેરના નાનામૌવા રોડ  પર આવેલ શાસ્ત્રીનગર શિવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડી ભૂદેવ કમલેશભાઈ લાંબડીયા તેમનો પુત્ર અંકિત અને પુત્રી કૃપાલી આ ત્રણ લોકોએ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ સુસાઇડનોટમાં કરેલ છે તો તે આરોપીઓ ની અટક હજી સુધી કરેલ ના હોય આરોપીઓ કાયદાના જાણકાર હોય શું આગોતરા લેવાનો સમય પોલીસ આપી રહી છે આગામી બે દિવસ માં આરોપીઓ ની ધરપકડ નહી થાય તો આખા ગુજરાતમાં મા બ્રહ્મ સમાજ દ્વારા ધરણા આપવામા આવશે અને આના પડઘા દિલ્લી સુધી પડશે એમ બ્રહ્મ સમાજ ના અધ્યક્ષ અને ગુજરાત બ્રહ્મ સમાજ ના લડાયક આગેવાન મીલનભાઈ શુકલ એ ચેતવણી આપી છે.

(3:19 pm IST)