Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

રાજકોટ નજીક રતનપર ખાતે આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિરના પૂજારીનું અવસાન: કોરોના મહામારીએ ભોગ લીધો

રાજકોટ: દ્વારકાના વર્તમાન શંકરાચાર્ય પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ દ્વારા સ્થાપીત અને સંચાલીત રતનપર ખાતે આવેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદીર રતનપર ખાતે આવેલું છે. આજથી ૧૦ વર્ષ પહેલાં સ્થાપનાકાળથીજ આ મંદીરમાં મધ્યપ્રદેશમા શંકરાચાર્યજીનાજ આશ્રમમાં અભ્યાસ કરી હિન્દૂ ધર્મના શાસ્ત્રો, પૂજા વિધિમાં માહિર બનેલા મૂળ મધ્યપ્રદેશના તરવાળા ગામના શ્રી શુશીલકુમાર દુબેજી પૂજારી તરીકે કાર્યરત હતા. એપ્રિલ મહિનામાં તેઓ  વર્તમાન સમયની કોરોના મહામારીમાં સપડાયા હતા. પરંતુ ટૂંકી સારવારને અંતે તેમણે તા. ૩૦ એપ્રિલના રોજ દેહ છોડી દીધો હતો.

 દ્વારકા તેમજ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી જી સંચાલીત તમામ ધાર્મિક સંસ્થાનોના વડાઓ, સેવકો અને રાજકોટ, રતનપર સહિતના આસપાસના ગ્રામજનો, આગેવાનોએ શોક વ્યક્ત કર્યો હતો.

(1:51 pm IST)
  • કેન્દ્ર સરકારની કોરોના રસીકરણ નીતિ સામે બંગાળની મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી: સમગ્ર દેશમાં એક જ કિંમત રાખવા માંગ access_time 7:56 pm IST

  • ગાંધીનગરમાં પણ આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ થ્રુ રસીકરણ : સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી એક્ઝીબિશન ગ્રાઉન્ડ ખાતે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે કોરોનાની રસી access_time 9:48 pm IST

  • સાબરમતી જેલમાં ૮૧ કેદીઓને કોરોનાઃ પાંચ કેદીઓ હોસ્પિટલમાં દાખલઃ રૂબરૂ મુલાકાત બંધ : અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૮૧ કેદીઓ કોરોના સંક્રમીતઃ કેદીઓના પરિવાર સાથે રૂબરૂ મુલાકાત બંધ કરાવાઇઃ પ કેદી હોસ્પિટલમાં દાખલ, ૭૬ આઇસોલેટ કરાયા access_time 12:44 pm IST