Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

બંગાળઃ સત્તાનું પુનરાવર્તન, હિંસાનું પુનરાવર્તન

રાજકોટ : છેલ્લા ત્રણ દિવસથી પશ્ચિમ બંગાળ હિંસાની આગમાં સળગી રહ્યું છે. વિધાન સભાની ચૂંટણીના પરીણામ જાહેર થયા એટલે જાણે હિંસા ફેલાવવાનું લાઇસન્સ મળી ગયું.

મોટા પાયા પર સંવેદનશીલ વિસ્તારમાં બાંગ્લાદેશીઓના આંતકથી ભયભીત થઇ બંગાળીઓનું આસામ તરફ પલાયન શરૂ થઇ ગયું છે વિધાન સભાનું પરીણામ જાહેર થયુ તે દીવસથી લઇને આજ સુધી ર૦૦ થી ૩પ૦ હિન્દુ પરીવારો આસામમાં પ્રવેશી પણ ચુકયા છે.

જો કોઇ વ્યકિત એમ સમજતુ હોય કે બંગાળમાં પ્રવર્તમાન હિંસાએ ફકત તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને શુભચિંતકો ઉપર થતા અત્યાચારો સુધી સીમીત છે તો એ તેની ગેરસમજ છે.

જે બંગાળમાં હાલ ઘટીત થઇ રહ્યું છે તે ભારતના વિભાજન સમયની તસ્વીરો તાજા કરે છે. લોકોને ખુદના નશીબ ઉપર છોડી દેવામાં આવ્યા છે. પ્રસાસન હોય કે પોલીસ, કોઇ જોવા મળી રહ્યું નથી. જયારે હાઇકોર્ટો નાની-નાની બાબતોમાં સરકાર વિરૂદ્ધ સુઓમોટો કાર્યવાહી શરૂ કરી દેતી હોય છે. અહીં આ રાજયમાં એટલુ લોહી વહી ગયા પછી પણ મૌન સેવાઇ રહ્યું છે.

હદ તો ત્યારે થઇ ગઇ જયારે પશ્ચિમ બંગાળના મહામહીમ રાજયપાલ કે જે એક સાંવૈધાનીક હોદો ગ્રાહણ કરે છે. જયારે તેમણે તેમના રાજયમાં ઉપજેલ પરિસ્થિતીને અનુલક્ષીને બંગાળના ડી.જી.પી.ની પાસે રીપોર્ટ મંગાવ્યો, તો ડી.જી.પી.એ તેમને ફોન પર જ રીપોર્ટ દેવા ઇન્કાર કરી દીધો.

અને જે મહાનુભાવોને દર બીજે દિવસે ભાજપે શાસીત રાજયોમાં સંવિધાન ખતરામાં પડતું દેખાય છે. તેઓએ બંગાળમાં જયારે સંવિધાનથી અધિકૃત માનવ અધિકારોનું ખુલ્લે આમ હનન થતું હોય અને એક સંવિધાનીક હોદે ધરાવનાર હોદ્દેદારની અવગણના થતી હોય, ત્યારે તે મહાનુભાવોને આંખ આડા કાન આવી જાય છે.

પરિસ્થિતિની કરૂણતા જોઓ ગઇ કાલે જયારે બંગાળના રાજયપાલે મમતા બેનરજી પાસે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા, ત્યારે તેમનાથી રહેવાયું નહી અને તેઓ માઇક હાથમાં લઇ અને બોલી ઉઠયા ''હું  મુખ્યમંત્રીને હાથ જોડીને વિનંતી કરૂ છું કે આ 'અર્થહિન હિંસા' અટકાવો''.

રાજયપાલ જાણે છ ેકે, ના તો બંગાળમાં થઇ રહેલ હિંસા અર્થહિન  છે ના તો મમતા દીદી એને અટકાવા કાઇ કરવાના છે. આજે મમતા દીદી પણ બેબસ છે, જેઓના સમર્થનના કારણે જ તે જીતીને આવી છે, તેમની સામે કાર્યવાહી કરવાની હિંમત નહી કરી શકે.

આ પરિસ્થિતિમાંથી બંગાળને જો કોઇ કાઢી શકશે તો તે ફકત ને ફકત કેન્દ્ર સરકાર છે. જો મોદીજી અને અમીતજી રાષ્ટ્રના અને બંગાળના હીતમાં તટસ્થ પગલા ભરશે તો જ બંગાળ બચી શકશે.

નહીંતર આજે નહી તો કાલે, બંગાળનું બીજુ વિભાજન નિશ્ચીત છે.

-અંશ અભયભાઇ ભારદ્વાજ

ધારાશાસ્ત્રી, રાજકોટ

મો. ૯૭ર૭૪ ૭૩૭૩૦

(10:11 am IST)