Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

શેરડીના ચીચોડાઓમાંથી વાસી લીંબુ-સડેલી શેરડી સહિત ૭૪ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સઘન ચેકીંગઃ ૨૨ ધંધાર્થીને નોટીસ

રાજકોટ, તા. ૭ :. શહેરમાં ઉનાળાની ઋતુમાં ખોરાકજન્ય રોગચાળો અટકાવવા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે શહેરના શેરડીના ચીચોડા( શેરડી રસ)ના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડીને વાસી અનાનસ, વાસી લીંબુ, સડેલી શેરડી, બરફ સહિત કુલ ૭૪ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં નાયબ  આરોગ્ય અધિકારી ડો.પી.પી.રોઠોડનાં જણાવ્યા પ્રમાણે શહેરમાં ઉનાળાની ઋતુ દરમ્યાન પાણીજન્ય તથા ખોરાકજન્ય રોગચાળા અટકાયતી પગલા રૂપે ફૂડ વિભાગ દ્વારા જુદા જુદા ૨૨ - શેરડીના ચિચોડા (શેરડી રસના ધંધાર્થી) પર સદ્યન ચકાસણી કરવામાં આવેલ. જેમાં નીચે મુજબની વિગતે અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવેલ તેમજ તમામને નોટીસ આપવામાં આવેલ. જેમાં વિનોદ મોતીરામ રાઠોડ (હોકર્સ) માંથી ૪ કિ.ગ્રા. વાસી લીંબુ તથા અખાદ્ય બરફનો નાશ, સાગર રસ સેન્ટર – એરપોર્ટ રોડ પરથી  ૬ કિ.ગ્રા. વાસી અનાનસ તથા વાસી લીંબુનો નાશ, આર.કે. રસ પાર્લર – એરપોર્ટ રોડમાંથી ૨ કિ.ગ્રા. અખાદ્ય બરફનો નાશ, રોનક રસ – એરપોર્ટ રોડમાંથી ૧ કિ.ગ્રા. અખાદ્ય બરફનો નાશ, ખોડીયાર રસ ડેપો – એરપોર્ટ રોડ૫ કિ.ગ્રા. કાપેલા ખુલ્લા તરબુચ તથા અખાદ્ય બરફનો નાશ, આશિષ નાગ (હોકર્સ) એરપોર્ટ રોડ પરથી ૨ કિ.ગ્રા. અખાદ્ય બરફ તથા વાસી લીંબુનો નાશ, એકતા રસ સેન્ટર - એરપોર્ટ રોડ ૪ કિ.ગ્રા. અખાદ્ય બરફ તથા વાસી લીંબુનો નાશ, ધરતીનું અમૃત પીણું (શેરડીનો રસ) - એરપોર્ટ રોડ માંથી ૫ કિ.ગ્રા. સડેલી શેરડી તથા અખાદ્ય બરફનો નાશ, શકિત માં રસ સેન્ટર - એરપોર્ટ રોડમાંથી ૪ કિ.ગ્રા. વાસી અનાનસ તથા વાસી લીંબુનો નાશ, ચૌહાણ રસ સેન્ટર - એરપોર્ટ રોડ માંથી ૩ કિ.ગ્રા. અખાદ્ય બરફનો નાશ, ચેતન રસ ડેપો - એરપોર્ટ રોડમાંથી ૨ કિ.ગ્રા. વાસી લીંબુ તથા અખાદ્ય બરફનો નાશ તથા રાધેશ્યામ રસ – તિરૂપતિનગરમાંથી ૪ કિ.ગ્રા. અખાદ્ય બરફ તથા વાસી અનાનસનો નાશ, શ્યામ જનરલ સ્ટોર - તિરૂપતિનગરમાંથી ૧ કિ.ગ્રા. અખાદ્ય બરફનો નાશ, નવદુર્ગા રસ-તિરૂપતિનગરમાંથી ૩ કિ.ગ્રા. અખાદ્ય બરફનો નાશ, ચામુંડા ડેરી ફાર્મ રસ - તિરૂપતિનગરમાંથી ૫ કિ.ગ્રા.  અખાદ્ય બરફનો નાશ,  ભોલે રસ સેન્ટર – રૈયા રોડમાંથી ૬ કિ.ગ્રા. સડેલી શેરડી તથા અખાદ્ય બરફનો નાશ, શ્રી શકિત રસ ડેપો – રૈયા રોડ માંથી ૨ કિ.ગ્રા. અખાદ્ય બરફ તથા વાસી લીંબુનો નાશ, શ્રી ચામુંડા રસ સેન્ટર – રૈયા રોડ માંથી ૩ કિ.ગ્રા. અખાદ્ય બરફનો નાશ, ઉમિયા રસ પાર્લર – સાધુ વસવાણી રોડ ૧ કિ.ગ્રા. અખાદ્ય બરફનો નાશ, બાપા સીતારામ રસ - સાધુ વસવાણી રોડ માંથી ૨ કિ.ગ્રા. અખાદ્ય બરફ તથા વાસી લીંબુનો નાશ, શ્રી ખોડલ રસ સેન્ટર - સાધુ વસવાણી રોડ ૫ કિ.ગ્રા. અખાદ્ય બરફ તથા વાસી લીંબુનો નાશ તેમજ  એસ.પી. સીઝન સ્ટોર - સાધુ વસવાણી રોડમાંથી ૪ કિ.ગ્રા. અખાદ્ય બરફ સહિત કુલ ૭૪ કિ.ગ્રા. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

(3:12 pm IST)