Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

અન્ડર-૧૫ ડિસ્ટ્રીકટ સિલેકશન ચેસ ટુર્નામેન્ટ

રાજકોટઃ રાજકોટ ડિસ્ટ્રીકટ ચેસ એસોસીએશન દ્વારા બાલભવન, રેસકોર્ષ ખાતે અન્ડર - ૧૫ ડિસ્ટ્રીકટ સિલેકશન ચેસ ટુર્નામેન્ટનું  આયોજન કરાવામાં આવેલ હતુ.

જેમાં ભાઇઓમાં પ્રથમઃ વિનીત પટેલ, દ્વિતીયઃ વિશ્વમ ઠાકર, તૃતીયઃ રીયાન શાહ, ચોથાઃ હિમનીશ બાબરીયા, પાંચમાઃ અક્ષીત કાચા તથા બહેનોમાં પ્રથમ : ગર્વી શાહ,  દ્વિતીયઃ હિર બાબરીયા, તૃતીયઃ યશવી મારવાણીયા, ચોથાઃ દ્વિજા પટેલ, પાંચમાઃ પૃષ્ટિ ઠુમર યુ-૯માં ભાઇઓમાં ઉદય પટેલ તેમજ બહેનોમાં માહિ મારવાણીયા વિજેતા બન્યા હતા.

  વિજેતા ખેલાડીઓને ડો. હીરલબેન પરીખ તથા વિપુલભાઈ દવેના હસ્તે સર્ટીફીકેટ તથા મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.  પ્રથમ બે ખેલાડી જે અમદાવાદ ખાતે સ્ટેટ લેવલે રમવા જશે. આ ટુનામેન્ટમાં આર્બીટર તરીકે મહેશભાઈ ચૌહાણ અને અતુલભાઈ માંકડીયાએ સેવા આપી હતી. ડો. નિમિષ પરીખ, રાજુભાઈ લખલાણી તથા ધવલ શાહની ટીમે જહેમત ઉઠાવી  વિજેતા ખેલાડીઓને આર.ડી. સી.એ.ના ટ્રસ્ટી શ્રી કૌશીકભાઈ સોલંકી તથા નિરજભાઈ શાહ તથા નિશ્ચલભાઈ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.

(2:36 pm IST)