Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

વાઈકીંગ એડવર્ટાઈઝીંગના સંદિપ ગોહેલના લગ્ન પ્રસંગ પર બની ડિજીટલ કંકોત્રી : ૧૪મીએ લગ્ન

રાજકોટ : જીવનનો શ્રેષ્ઠ સમય એ લગ્નનો સમય હોય છે. આ એક એવો પ્રસંગ છે કે વર-વધુ સાથે પરિવારના દરેક સભ્યને પણ એટલો જ આનંદ હોય છે  લગ્નની કંકોત્રી પણ હવે નવીનતમ આવી ગઈ છે જેમાં કોઈ મોટા બોકસમાં મીઠાઈ સાથે પણ કંકોત્રી મોકલે છે તો કોઈ અત્ત્।રની શીશી સાથે મોકલીને કંકોત્રીની સાથે સાથે જિંદગીની મનગમતી સુગંધ પણ ઉમેરે છે. પણ હવે જમાનો બદલાયો છે અને હવે જયારે બધું ઓનલાઇન અને ઇલેકટ્રોનિક થઇ રહ્યું છે ત્યારે ઈ-કંકોત્રી અથવા ડિજિટલ કંકોત્રીનું મહત્વ અને તેનો કેઝ પણ વધ્યો છે. આવી જ ડિજિટલ કંકોત્રી વાઇકિંગ એડવર્ટાઇઝીંગના સંદીપ ગોહેલના પરિવારે સંદીપ (મો.૯૭૧૨૯ ૮૧૨૩૮) અને સોનલના લગ્ન પ્રસંગ પર બનાવી છે.

લગ્ન પ્રસંગને અનુરૂપ તળપદી ગુજરાતી ગીત અને શરણાઈના સુર સાથે બનાવેલી આ ડિજિટલ કંકોત્રી સંદીપ ગોહેલના મિત્રો સગા સબંધીઓમાં પણ પ્રસંશા પામી રહી છે. આ ડિજિટલ કંકોત્રીમાં સંદીપ અને સોનલની સગાઈ થઈ ત્યારની ૨૧ ઓગસ્ટની તારીખ અને સગાઈના ફોટા સાથે વિગતો પણ મુકવામાં આવી છે.

બંને ૧૪ મેં ના રોજ લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યા છે ત્યારે તેની વિગત પણ અહીં મુકવામાં આવી છે અને ૧૫ મેં ના રોજ રાજકોટમાં યોજાનારા રિસેપ્શનની વિગત પણ અહીં જ મળી રહે છે. લલીતાબેન તથા હરીશભાઈ તુલસીદાસ ગોહેલના સુપુત્ર ચી. સંદીપના શુભ લગ્ન અમદાવાદ નિવાસી કિરણબેન અને સ્વ.મુકેશભાઈ જીવરાજભાઈ ચૌહાણની સુપુત્રી સોનલ સાથે ૧૪ મી મેં ના રોજ અમદાવાદ ખાતે નિર્ધાર્યા છે. શુભ લગ્ન પ્રસંગે ૧૨મીએ સાંજી, ૧૩મી મંડપ મુહર્ત, ૧૪ મી પ્રાઈમ ડાઈને બેન્કવેટ ખાતે લગ્ન પ્રસંગ નિરધાર્યા છે. નવદંપતીનો સત્કાર સમારોહ તા. ૧૫ના જે એસ પાર્ટી લોન્સ, નાના મૌવા મેઈન રોડ, મહાત્મા ગાંધી સ્કૂલની પાછળ, રાજકોટ ખાતે સાંજે ૭ કલાકે રાખેલ છે.

આ શુભ અવસરે નયનાબેન મનીષભાઈ ગોહેલ, સોનલબેન કમલેશભાઈ ગોહેલ, અને ધર્મેશભાઈ હરીશભાઈ ગોહેલ તેમજ કિશ, યશ, શ્રેયા, પાર્થ, તેમજ ગોહેલ પરિવાર દ્વારા મહેમાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(2:34 pm IST)