Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

વોર્ડ નં.૧૪માં પાણી ચોરી અટકાવતા ચેકીંગ

ગીતા મંદિર જલારામ ચોક, વાણીયાવાડી તથા ધર્મજીવત એપાર્ટમેન્ટ વિસ્તારમાં ૩ મકાન ધારકો ડાયરેકટ મોટર મારફત પાણી ચોરીમાં ઝડપાયાઃ ૬ હજારનો દંડ

રાજકોટ, તા.૬: શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા મ્યુ. કમિશનર દ્વારા ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વોર્ડ નં.૧૪માં ગીતામંદિર, જલારામ ચોક, વાણીયાવાડી તેમજ ધર્મજીવન એપાર્ટમેન્ટમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. આ ચેકીંગ દરમ્યાન ૩ મકાન ધારકો ડાયરેન્ટ ઇલેકટ્રીક મોટર મારફત પાણી ચોરીમાં ઝડપાતા તેઓને ૬ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ અંગે કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.૧૪ની વોટર ચેકીંગ સ્કવોડ દ્વારા ગીતામંદિર, જલારામ ચોક, વાણીયાવાડી તેમજ ધર્મજીવન એપાર્ટમેન્ટમાં પાણી ચેકીંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન ૦૩ આસામીઓને ત્યાંથી ડાયરેકટ પમ્પીંગ દ્વારા કરવામાં આવતી પાણી ચોરી ઝડપી લેવામાં આવી હતી. જેમાં સાવલીયા વિપુલભાઇ, પુનિતભાઇ શાહ અન  રમેશભાઇ ગોટેચા આસમીઓનો સમાવેશ થાય છે, તમામ આસામીઓ પાસેથી ડાયરેકટ પમ્પીંગનો દંડ બે-બે હાજર વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૬,૦૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં નાગરિકોને પાણી બગાડ ન કરવા તેમજ ડાયરેકટ પમ્પીંગ ન કરવા જાગૃત કરવામાં આવેલ હતા.

આ સમગ્ર કાર્યવાહી ટીમ લીડર શૈલેશ મહેતા, ડેપ્યુટી એન્જીનીયર  જી.જે.સુતરીયા,  આર.જી.પટેલ, વોર્ડ ઓફીસર આરતી નિમ્બાર્ક તેમજ આસી. એન્જીનીયર આર.આર.શાહ, સેનેટરી ઇન્સપેકટર  ડી.કે.વાજા અને ફીટર  દિલીપ મિરાણી દ્વારા કરવામાં આવેલ હતી.

(4:01 pm IST)