Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડ તરફથી રાજકોટના સર્વાંગી વિકાસ માટે અપાયેલ રૂ.૫૮.૧૧ કરોડનો ચેક સ્‍વીકારતા મ્‍યુનિ.કમિશનર-પદાધિકારીઓ

રાજકોટ : રાજયભરની ૮ મહાનગરપાલિકા અને ૧૬૨ નગરપાલિકાઓ તેમજ ૮ અર્બન ડેવલપમેન્‍ટ ઓર્થોરીટીને ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડ તરફથી જુદી જુદી રકમના ચેક આજરોજ મહાત્‍મા મંદિર, ગાંધીનગર ખાતે અર્પણ કરવામાં આવેલ. જે પરત્‍વે રાજકોટ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૫૮.૧૧ કરોડનો ચેક આપવામાં આવેલ. ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે આ ચેક સ્‍વીકાર કરતા મેયર ડો.જૈમન ઉપાધ્‍યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, શાસક પક્ષ દંડક રાજુભાઈ અદ્યેરા, મ્‍યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની નજરે પડે છે. ચેક સ્‍વીકારના આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અને કોર્પોરેટર કમલેશભાઈ મિરાણી, પુર્વ મેયર અને કોર્પોરેટર ઉદયભાઈ કાનગડ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ તથા જુદી જુદી સમિતિના ચેરમેનઓ ઉપસ્‍થિત રહેલ. જેમાં બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડિયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, આરોગ્‍ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, લાઈટીંગ સમિતિ ચેરમેન અજયભાઈ પરમાર, વોટર વર્કસ સમિતિ ચેરમેન દલસુખભાઈ જાગાણી, માર્કેટ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, પ્‍લાનીંગ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા, હાઉસીંગ ઇમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ સમિતિ ચેરમેન કિરણબેન સોરઠીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા (બાબુભાઇ આહીર), શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન જાગૃતિબેન દ્યાડિયા, માધ્‍યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, કોર્પોરેટરઓ અશ્વિનભાઈ મોલીયા, બીનાબેન આચાર્ય, વિજયાબેન વાછાણી, શિલ્‍પાબેન જાવિયા, જયોત્‍સનાબેન ટીલાળા, પ્રીતિબેન પનારા, અંજનાબેન મોરજરીયા, દક્ષાબેન ભેસાણીયા, દુર્ગાબા જાડેજા વિગેરે ઉપસ્‍થિત રહેલ હતા

(4:23 pm IST)