Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

જડેશ્વર મહાદેવ મંદિરે બુધવારે કિર્તીદાન ગઢવી, જીતુ કવિદાદ અને ભરતદાન ગઢવીનો લોકડાયરો

શ્રી શકિત ચારણ (ગઢવી) યુવા સંગઠનની ટીમ દ્વારા થતુ સેવાકીય કાર્ય

રાજકોટ, તા. ૭ : અહિંના કોઠારીયા રોડ પર આવેલા વિનોદનગર સોસાયટીમાં જડેશ્વર મહાદેવ મંદિરમાં લોકસંગીત, ગીતો, ગઝલ અન ચરજો, ભજનો દ્વારા જેણે વર્સટાઈલ સીંગર તરીકે ખૂબ મોટી નામના મેળવી છે તેવા રાજકોટના જ કિર્તીદાન ગઢવીનો ભવ્ય ભાતીગળ લોકડાયરો તા.૯ને બુધવારે રાત્રે ૯ કલાકે જડેશ્વર મહાદેવના પ્રાંગણમાં યોજાનાર છે. જેમાં કાળજા કેરો કટકોના રચયિતા કવિ દાદના પુત્ર જીતુ દાદ કે જેણે દેવીયાણને સંગીતબદ્ધ કરી અલગ જ ગાયકીમાં ડીવીડી રજૂ કરી છે તેમની સાથે આ કાર્યક્રમનું સંચાલન રંઘોળાના પ્રસિદ્ધ કલાકાર ભરતદાન ગઢવી કરશે. આ કાર્યક્રમમાં ધીરૂભાઈ સરવૈયાએ પણ દુબઈથી જો ૭ તારીખે આવી જશે તો હાજરી આપશે. લોકહિતાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરક્ષા સેતુ સોસાયટી તેમજ મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટનો સહયોગ મળ્યો છે.

આ ભાતીગણ લોકડાયરામાં અતિથિ વિશેષ તરીકે મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછાનિધિ પાની અને ફુલછાબના મેનેજર નરેન્દ્ર ઝીબા વગેરે ઉપસ્થિત રહેશે.

શ્રી શકિત ચારણ (ગઢવી) યુવા સંગઠનની ૮૦થી વધુ યુવાનોની ટીમ દ્વારા નિરાધાર કે જરૂરીયાતમંદ પરીવારને મેડીકલ ક્ષેત્રે સહાય આપવામાં આવે છે. નિરાધાર કુટુંબના વડીલ માતાઓને નિયમીત ટીફીન પહોંચાડવામાં આવે છ઼ે. આ સંગઠનના યુવાનો દ્વારા કોઈ દાન કે સખાવત લીધા વગર દરેક યુવાને દર મહિને રૂ.૨૦૦ ફરજીયાત આ મંડળમાં જમા કરાવી સેવાકીય પ્રવૃતિઓ કરે છે.

તસ્વીરમાં ભગવતભાઈ સોયા, ભરતભાઈ પાલીયા, રાજવીરભાઈ ગોખરૂ, ગીરીશભાઈ લાંબા, અમિતભાઈ પાલીયા, મયુરભાઈ પાલીયા, અજયભાઈ આલગા અને રાજુભાઈ લાંબા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૨)

ચારણ વાડીમાં અમૃતમ કાર્ડ અને આધાર કાર્ડ કાઢી અપાશે

રાજકોટ : કોઠારીયા રીંગ રોડ પર આવેલ ચારણ વાડી ૨, સુખરામનગર, કોઠારીયા રીંગ રોડ, ખાતે સવારે ૯ થી સાંજના ૫ સુધી આ વિસ્તારના જ્ઞાતિજનો તેમજ જરૂરીયાતમંદ પરીવારને આધારકાર્ડ અને મા અમૃતમ કાર્ડ પણ બધા જરૂરી આધાર - પુરાવા સાથે આવશે. વધુ વિગત માટે ૯૪૨૯૪ ૦૦૦૦૪, ૯૮૯૮૮ ૦૫૧૦૯ ઉપર સંપર્ક કરવો.

(4:21 pm IST)