Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

શાપર મગફળી અગ્નિકાંડમાં ગોડાઉનના મેનેજર તથા વેર હાઉસીંગ કોર્પો.ના સ્‍ટાફની પોલીસ દ્વારા પુછતાછ

આગની પ્રથમ જાણ કરનાર જયેશની પણ પુછપરછઃ ડીવાયએસપી દેસાઇ અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૭: શાપર-વેરાવળમાં રાજય સરકાર દ્વારા ખરીદાયેલ મગફળીના ગોડાઉનમાં ભિષણ આગમાં ૩.૯ર કરોડના મગફળીનો જથ્‍થો બળીને ખાક થઇ ગયાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

શાપર-વેરાવળમાં આવેલ ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશન દ્વારા મગફળીના જથ્‍થા માટે જેની માલીકીનું ગોડાઉન ભાડે રખાયું છે તે નરેન્‍દ્ર પટેલ તેમજ ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના અધિકારીઓ તથા સ્‍ટાફની ડીવાયએસપી દેસાઇ તથા સ્‍ટાફ દ્વારા પુછતાછ હાથ ધરાઇ છે. આ લખાય છે ત્‍યારે બપોરે ૩.રપ વાગ્‍યે ઉકત તમાની શાપર-વેરાવળ પોલીસ મથકે પુછપરછ હાથ ધરાઇ છે.

મગફળી ભરેલ ગોડાઉનમાં જયારે આગ લાગી ત્‍યારે સૌ પ્રથમ જયેશ નામના વ્‍યકિતએ સંબંધીતોને જાણ કરી હતી. પોલીસે જયેશની પણ પુછતાશ શરૂ કરેી છે.

રાજય સરકાર દ્વારા ખરીદાયેલ મગફળીના જથ્‍થામાં હેતુપુર્વક આગ લગાડાઇ છે કે આકસ્‍મીક ઘટના છે? તે અંગે રૂરલ એસપી. અંતરીપ સુદના નેજા તળે ૩ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

(4:21 pm IST)