Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

૨૮ લાખ ૮૦ હજાર ભરવાની શરતોનો ભંગ કરતા નિખિલ પુજારાની ધરપકડ

રૂ.૧ કરોડ ૪૪ લાખના ચેક રિટર્ન કેસમાં શરતી જામીન મેળવ્યા બાદ

રાજકોટ, તા.૭: સને ૨૦૦૩ના અરસાથી રૂપિયા એક કરોડ ચુમાલીલા લાખના ચેક રીર્ટન કેસની ચાલુ ટ્રાયલ દરમ્યાન ૧૨ જુદી-જુદી રીવીઝનો દાખલ કરી સતત ચર્ચાના એરણે રહેલ રૂ.૭૨-૭૨ લાખના બે ચેકો રીર્ટન કેસોના ટ્રાયલના અંતે થયેલ સજા સામે સેશન્સ અદાલતમાં દાખલ કરેલ અપીલના કામે સેશન્સ અદાલતે રૂપિયા ૨૮ લાખ ૮૦ હજાર, ૬૦ દિવસમાં ભરવાની શરતે જામીન મુકત કરેલ, તે શરતનું ભંગ કરી રકમ ન ભરતા રાજકોટ એડી.સેશન્સ જજ શ્રી બી.પી.પુજારા એ આરોપી નિખિલ પુજારા વિરૂધ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, કુવાડવા રોડ પર રહેતા ભરતભાઇ નાગજીભાઇ તળાવીયાએ સાધુવાસવાણી રોડ પર આવેલ ૨૦૨, વર્ધમાન હાઇટસમાં રહેતા નીખીલ દયાળજી પુજારા વિરૂધ્ધ નીચેની અદાલતમાં ૭૨-૭૨ લાખના બે ચેકો રીર્ટન થતા દાખલ કરેલ બન્ને કેસો ચાલી જતા રાજકોટના એડી. ચીફ.જયુડી. મેજી ઇ.એમ.શેખે આરોપી નીખીલ દયાળજી પુજારાને બન્ને કેસોમાં બે-બે વર્ષની સજા તથા ચેકોની રકમની બમણી રકમ એટલે કે રૂ.૨ કરોડ ૮૮ લાખ દંડ ફટકારતો અને દંડની રકમ ન ભર્યે તો બન્ને કેસોમાં વધુ ૨અ૨ વર્ષની સજા અને ચેકની રકમના ૩૦ ટકા એટલે કે રકમ રૂપિયા ૪૩ લાખ ૨૦ હજાર ભરેથી જામીન ઉપર મુકત કરવામાં આવશે, તેવી હુકમ ફરમાવેલ, જે હુકમ મુજબ રકમ ન ભરી શકતા નીખીલ પુજારાને જેલ હવાલે કરવામાં આવેલ.

ઉપરોકત હુકમથી નારાજ થઇ નીખીલ પુજારાએ રાજકોટની સેશન્સ અદાલતમાં બે જુદી-જુદી અપીલો દાખલ કરી જામીન પર મુકત થવા માંગણી કરી નીચેની કોર્ટનો હુકમ સ્ટે કરવા રજુઆતો કરેલ જેમાં બન્ને પક્ષોની રજુઆતો તથા રેકર્ડ પરની હકીકતો લક્ષે લઇ ચેકોની રકમના ૨૦ ટકા એટલે કે રકમ રૂ.૨૮ લાખ ૮૦ હજાર ૬૦ દિવસમાં ભરવાની શરતે આરોપીને જામીન  મુકત કરવામાં આવેલ જે રકમ નિયત સમયમાં ન ભરી શકતા આરોપીએ ટાઇમ વધારાની માટે આપેલ અરજી સંબધે એડવોકેટ સુરેશ ફળદુની રજુઆતો લક્ષે લઇ સમય વધારાની આરોપીની માગણી પણ નામંજુર કરી આરોપી વિરૂધ્ધ પકડ વોરંટ ઇસ્યું કરતો હુકમ રાજકોટના મહે.એડી.સેશન્સ જજ બી.પી. પુજારા સાહેબે ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં મૂળ ફરીયાદી ભરતભાઇ તળાવીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ કળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જે. જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા

(4:20 pm IST)