Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ચેક રિટર્ન કેસમાં બે આરોપીને બે વર્ષની સજા અને ડી. કે. ફોરેક્ષ કંપનીને દંડ ફટકારતી અદાલત

દંડ ન ભરે તો કંપનીના ડાયરેકટરો વિરૂધ્‍ધ કાર્યવાહીનો આદેશ

રાજકોટ તા. ૭: ચેક રીટર્નના કેસમાં આરોપીઓને બે વર્ષની સજા તથા ચેક મુજબની રકમનું વળતર અને દંડ ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત ટુંકમાં એવી છે કે, આ કામના ફરીયાદ રક્ષીત અરવિંદભાઇ ગાંધીના કુલમુખત્‍યાર દરજજે અરવિંદભાઇ મુળજીભાઇ ગાંધી જે રહે ‘‘અલંકાર'', ર-વિમાનગર, રૈયા રોડ, રાજકોટવાળાએ ફરીયાદ દાખલ કરેલ હતી. જેમાં આરોપીઓ નીલીમાબેન હિમાંશુ શાહ, હિમાંશુ મનહરલાલ શાહ અને ડી. કે. ફોરેક્ષ પ્રા. લી. કંપની જે તમામ રહે-૧૦૪, મણી કોમ્‍પલેક્ષ, પહેલા માળે, ઇમ્‍પીરીયલ હોટલની સામે, યાજ્ઞિક રોડ, રાજકોટનાઓએ આ કામના ફરીયાદીને ફોરન કરંશી એકચેન્‍જના વ્‍યવહારની લેણી નિકળતી રકમ પેટેનો તા. રપ/૧ર/ર૦૧૩ના રોજ રૂ. ર,પર,પ૦૦/-નો ચેક આપેલ અને તેને બેંકમાં વટાવવા માટે નાખતા જ સદરહું ચેક બાઉન્‍સ થયેલ જેથી ફરીયાદી તરફથી આરોપીઓને નોટીસ આપવામાં આવેલ જે નોટીસ આરોપીઓને બજી જવા છતાં રકમ ન ભરતા આરોપીઓ વિરૂધ્‍ધ રાજકોટના અધીક ચીફ જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટની (સ્‍પે. નેગોશીશેબલ) કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કેસમાં કોર્ટમાં સમક્ષ ફરીયાદી તરફે રજુ કરવામાં આવેલ જરૂરી દસ્‍તાવેજી પુરાવા તેમજ ફરીયાદ પક્ષ તરફે કરવામાં આવેલ મૌખીક તથા લેખીત રજુઆત અને વડી અદાલત અને સુપ્રીમ કોર્ટના પ્રસ્‍થાપીત ચુકાદાઓ રજુ રાખી તે મુજબ ફરીયાદી પોતાનો કેસ સંપૂર્ણપણે સાબીત કરેલ હોઇ અને આરોપીઓને મહતમ સજા તથા ફરીયાદીને વળતર ચુકવવા રજુઆત કરવામાં આવેલ હતી. આમ ફરીયાદીની તમામ રજુઆતો અને દલીલો ધ્‍યાને લઇ રાજકોટના અધિક ચીફ જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટ શ્રી એમ. ડી. બ્રહ્મભટ્ટે આરોપીઓ નં. ૧ અને ર ને બે વર્ષની સજા તથા આ કામના આરોપી નં. ૩ ડી. કે. ફોરેક્ષ પ્રા. લી. કંપનીને રૂા. ૧૦,૦૦૦/- દંડ ચુકવવાનો હુકમ કરેલ છે અને દંડ ત્રીસ દિવસમાં ન ચુકવે તો કંપનીના ડાયરેકટરઓની વિરૂધ્‍ધ રજીસ્‍ટાર ઓફ કંપનીએ કાયદેસરની કાર્યવાહી કરવી તેમજ ફરીયાદીને ચેક મુજબનું વળતર દિવસ-૬૦ માં ચુકવી આપવું અને જો ન ચુકવે તો બે માસની વધુ કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કામમાં ફરીયાદી રક્ષીત અરવિંદભાઇ ગાંધીના કુલમુખત્‍યાર દરજજે અરવિંદભાઇ મુળજીભાઇ ગાંધી તરફે એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાષાી ભાવિન એસ. મલકાણ, રશેષ પી. ગાંધી, તથા સંજયસિંહ આર. જાડેજા રોકાયેલા હતા.

(4:05 pm IST)