Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

રાજકોટ ડીસ્‍ટ્રીકટ બેંકના ચોથા માળે આગ

આગ એમ.ડી.ની ચેમ્‍બરમાં લાગી'તીઃ બે એસી, સોફા, ખુરશી, પોઓપી અને વાયરીંગ બળીને ખાક

રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો.ઓ.બેંકનું બિલ્‍ડીંગ બાજુમાં ચોથામાળે ઓફીસમાં બળી ગયેલો સામાન  તથા નીચે બેંકના કર્મચારીઓ નજરે પડે છે.(તસ્‍વીરઃસંદિપ બગથરીયા)

રાજકોટ તા.૭: ચોધરી હાઇસ્‍કુલ્‍ સામે આવેલી રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકના ચોથા માળે સવારે એકાએક આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતા ફારય બ્રિગેડ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ ચોૈધરી હાઇસ્‍કુલ સામે આવેલી ડીસ્‍ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક રાજકોટના ચોથા માળે બૈકના એમ.ડી.ની ચેમ્‍બરમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવ બનતા બેંકના કર્મચારીઓ સહિતના લોકો તાકીદે બેંકની બહાર નીકળી ગયા હતા. ત્‍યારબાદ બેંકના કર્મચારી રાદડિયાભાઇ નામના વ્‍યકિતએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્‍ટાફે બે ફાયરફાયટર સાથે સ્‍થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ બુઝાવવામાં ફાયર બ્રિગેડના સ્‍ટાફે બેંકની ફાયર સિસ્‍ટમનો પણ ઉપયોગ કર્યો હતો.

આગ ચોથા માળે આવેલી મેનેજીંગ ડિરેકટરની ચેમ્‍બરમાં લાગી હતી, તેમા ં બે એસી, સોફા, ખુરશી, ફર્નિચર, ઇલેકટ્રીક વાયરીંગ તથા પીઓપી બળી ગયુ હતું. આ બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી. સાપરા તથા રાઇટર ભીખાભાઇ તથા વિરેન્‍દ્રસિંહે સ્‍થળપર પહોંચી તપાસ આદરી હતી આગ સોટસર્કિટના કારણે લાગી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્‍યું છે.

(4:20 pm IST)