Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

જિલ્લા પંચાયતે ૭ર૩૧૩ કામદારોને તપાસ્યાઃ ૪૪ને તાવ, ૩૬૬ને શરદી

સ્થળાંતરિત શ્રમજીવીઓ માટે અનાજ, ભોજનની વ્યવસ્થા

રાજકોટ, તા. ૭ : ભારત સરકારે તા.૧૪ એપ્રિલ ર૦ર૦ સુધી લોકડાઉન જાહેર કરેલ છે. ત્યારે જિલ્લાના ગામડાઓમાં ખેતમજૂર તરીકે અને જી.આઇ.ડી.સી. વિસ્તારના કારખાનાઓમાં કે તેમના સ્થાનિક રહેઠાણમાં રોકાયેલા મજૂર લોકોને સતત ચિંતા રહેતી કે અમારૂ શું થશે અમે બિમાર પડીશું તો ? વગેરે પ્રશ્નો મુંઝવતા હતા. આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા, તથા સ્વસ્થ જીવન જીવી શકે તે હેતુથી જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રની ટીમ જિલ્લાના ગામડાઓમાં, ખેતરોમાં ખેતમજૂર તરીકે, અને જી.આઇ.ડી.સી. વિસ્તારના કારખાનાઓમાં સ્થળાંતરિત કામદારોને શોધી તેમના આરોગ્યની તપાસ ચાલુ કરી છે.

કુલ ૭ર૩૧૩ કામદારોની તપાસ પૂર્ણ કરી છે. જેમાં ૪૪ તાવના દર્દી મળેલ હતા તથા ૩૬૬ શરદી ખાંસીના દર્દી મળેલ હતાં. જેમને સ્થળ ઉપર સારવાર આપવામાં આવેલ છે. આવા મજૂરો માટે સરકારી તંત્ર તથા વાડી માલિકો, કારખાનાઓના માલિકો અને દાતાશ્રીઓના સંકલનથી અનાજ, ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

(4:28 pm IST)