Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

રેલનગર રામપાર્કમાં આંચકી ઉપડ્યા બાદ બેભાન થઇ જતા ભાવિક ટાંકનું મોત

રાજકોટ તા.૭: રેલનગરમાં આવેલા શ્રી રામપાર્કમાં રહેતા કડીયા યુવાનને આંચકી ઉપડ્યા બાદ બેભાન થઇ જતા તેનુ મોત નિપજ્યુ છે.

મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલા શ્રી રામ પાર્ક શેરી નં.૩માં રહેતા ભાવિક વિજયભાઇ ટાંક (ઉ.વ.૨૯) રાત્રે પોતાના ઘરે હતો ત્યારે તેને એકાએક આચકી ઉપડ્યા બાદ બેભાન થઇ જતા તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક ભાવિક ત્રણભાઇમાં વચેટ હતો. તેના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને ૧૫ દિવસનો એક પુત્ર છે. બનાવની જાણ થતા પ્ર.નગર પોલિસ મથકના એએસઆઇ સુરેશભાઇ જોગરાણા રાઇટર બાબુભાઇએ કાર્યવાહી કરી હતી.

(4:28 pm IST)