Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મેમણ સમાજે માનવતાની મહેક પ્રસરાવીઃ ભિક્ષુકોને ભોજન-અન્નકીટ વિતરણ

રાજકોટઃ  મેમન  સમાજ દ્વારા  પ્ર.નગર પો. સ્ટેશનના પી.આઇ. વી.એસ. વણજારા અને તેના સ્ટાફના માર્ગદર્શન હેઠળ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન સંચાલીત રેન બસેરામાં ભીક્ષુકો, માનસિક અસ્થીર લોકો, વૃધ્ધો ભાઇ-બહેનોને ભોજન કરાવવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવાયું છે. આ તકે વડાપ્રધાનશ્રી ૧૫ મુદા, અમલીકરણ સમીતીના ડીરેકટર ફારૂક બાવાણી, મુસ્લીમ અગ્રણી હબીબભાઇ કટારીયા, એડવોકેટ શ્રી પરાસરા, યુસુફભાઇ સાંધ, કોન્સ્ટેબલ જયુભા પરમાર, રેનબસેરા ઇન્ચાર્જ હરીઓમ શર્મા, વકારભાઇ બ્લોચ, ફારૂકભાઇ ભાણુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા મેમન ફેડરેશનના ઝોનલ સેક્રેટરી અસલમભાઇ બાવાણી, મેમનસમાજના હાજી રઇશભાઇ નુરી, સુલેમાનબાપુ બુખારી, ફારૂકબાપુ, રજીયાબેન સૈયદ, ખેરૂનબેન પટ્ટણી, નજમાબેેન સીપાઇ, જેબુનબેન માંકડા, મહંમદભાઇ બાર્જર, સીદીકીભાઇ, ઇમ્તીયાજભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હોવાનું જણાવાયું છે.

(4:16 pm IST)