Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોના અંગે કાલે અને શનિવારે ડો.મેહુલ દવેની આકાશવાણીમાં મુલાકાત

રાજકોટ તા. ૭: આજે જયારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે કોરોના અંગે માઈક્રોબાયોલોજીકલ માહિતી મેળવવી સૌ માટે અત્યંત જરૂરી બની ગઈ છે. આ કોરોના વાઇરસ CoVID -19 શું છે, તે અન્ય વાઇરસ કરતા કઈ રીતે અલગ છે, તેના જનીનદ્રવ્ય માં કઈ રીતે રીકોમ્બીનેશન થાય છે, તેનો ફેલાવો કઈ રીતે થાય અને કઈ રીતે ના થાય, આ વાઇરસ ના કેટલા પેટા પ્રકારો છે, લોક ડાઉન નું મહત્વ, આપણે રાખવાની કાળજી વિગેરે બાબતો પર આકાશવાણી રાજકોટ દ્વારા બે ભાગ માં તૈયાર કરાયેલા એક માહિતીપ્રદ કાર્યક્રમ “CoVID-19 Virology  and Epidemiology” માં IITE (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજયુકેશન) ગાંધીનગરના લાઈફસાયન્સ વિભાગના અધ્યક્ષ અને એસોસિએટ પ્રોફેસર ડો. મેહુલ પી. દવેની મુલાકાત પ્રસારિત થશે. આ કાર્યક્રમનો પ્રથમ ભાગ  તા. ૮ એપ્રિલ સાંજે ૫.૩૦ વાગે અને બીજો ભાગ ૧૧ એપ્રિલ શનિવારે સાંજે ૫.૩૦ વાગે પ્રસારિત થશે. આકાશવાણી રાજકોટ નું પ્રસારણ એન્ડ્રોઈડ app newsonair પર પણ સાંભળી શકાય છે.

(3:53 pm IST)