Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોનાને મ્હાત આપવા રૂપાણી સરકાર સતર્ક - સજ્જ - શકિતશાળી

વિજયભાઈ દરેક વર્ગની ચિંતા કરી રહ્યા છે, અસરકારક પગલા લઈ રહ્યા છે : ભંડેરી - ભારદ્વાજ : નવી હોસ્પિટલો તૈયાર કરાવી, કોઈને ખાવા - પીવાની તકલીફ ન પડે એ માટે પગલા લીધા, અનાજ - ટીફીન સેવા ચાલુ સંવેદનશીલ નિર્ણયો - કડક પગલા કાબીલેદાદ

રાજકોટ, તા. ૭ :   ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડત ચલાવી રહ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજયને કોરોના મુકત કરવા પ્રયત્નશીલ છે. સમગ્ર ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની મહામારીમાંથી ઝડપથી છુટકારો મેળવશે એવો વિશ્વાસ વ્યકત કરતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે૪ કોરોના વાયરસની મહામારીને વધુ પ્રમાણમાં ફેલાતી રોકવા અને તેમના પર કાબુ મેળવવા રૂપાણી સરકાર ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે તે બદલ તેમણે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે૪ વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત ગવર્મેન્ટે પ્રો-એકટીવ ગવર્મેન્ટનું બિરુદ મેળવ્યું છે. ભારતનાં અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને વધુ ફેલાતી અટકાવવામાં અને તેના પર કાબુ મેળવવામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સફળ રહ્યાં છે. ખૂબ જ ટૂંકાગાળામાં ગુજરાતમાં પ્રત્યેક જિલ્લામાં ૧૦૦થી વધુ બેડની વેન્ટીલેટર હોસ્પિટલ બનાવી લેવામાં આવી છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ રાજયમાં શાકભાજી૪ દૂધ-દહીં૪ અનાજ-કરિયાણું૪ દવાઓ જેવી જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે. કોઈપણ વસ્તુ કે સેવાની અછત સર્જાય નથી૪ સર્જાશે પણ નહીં. વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લડત આપવા રૂપાણી સરકાર સંપૂર્ણ સતર્ક૪ સજ્જ૪ શકિતશાળી છે. લોકડાઉનનાં સમયમાં સૌએ પોતપોતાના ઘરમાં રહી સરકારને સાથ-સહકાર આપવા વિનંતી કરાઈ હતી.

૪ વિશ્વવ્યાપી કોરોના વાયસની મહામારીને વ્યાપક પ્રસરતી અટકાવવા સતર્કતાનાં રૂપે દેશવ્યાપી ર૧ દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં પ્રજાજનો - નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ ૪ સેવાઓ સુચારૂરૂપે મળી રહ્યા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજયના વહિવટી તંત્રએ આ અંગેનું સુદ્રઢ આયોજન કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનની આ સ્થિતિમાં નિરાધાર૪ વૃદ્ઘ૪ નિઃસહાય અને એકલવાયું જીવન જીવતા તથા શ્રમિકો૪ કામદારોને બે ટાઈમ પૂરતું ભોજન મળી રહે તે હેતુસર સ્થાનિક જિલ્લાતંત્રો અને સેવા સંગઠનોને જરૂરી વ્યવસ્થા સુનિશ્યિત કરવા પ્રેરિત કર્યા છે. આ સંદર્ભમાં આવા લોકોને ફૂડ પેકેટસ-ભોજન વિતરણની વ્યવસ્થા અંતર્ગત સમગ્ર રાજયમાં અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ ફૂડ પેકેટસનું વિતરણ થયું છે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આઠ મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિઃસહાય વૃદ્ઘ વડિલો અને નિરાધાર વ્યકિતઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન આપવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિૅંસહાય વૃદ્ઘ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા શરૂ કરવામાં આવી છે. સરકારીની સાથોસાથ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ ઉમદા કાર્ય કરી રહી છે. સામાજિક-  ધાર્મિક - શૈક્ષણિક-  સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાત-જાતનાં ભેદભાવ વિના સમાજનાં તમામ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી રહી છે. વિજયભાઈ રૂપાણીની એક અપીલથી મુખ્યમંત્રી-પ્રધાનમંત્રી રાહતફંડમાં પણ લોકો-સંસ્થાઓ ઉદાર હાથે લાખો-કરોડો રૂપિયાનું દાન દઈ રહ્યાં છે.

ધનસુખભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજે આગળ કહ્યું હતું કે૪ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૬૫ લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો ૪ બાંધકામ કામદારો માટે ૬૫૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યુ છે. કોરોનાની સ્થિતિમાં આર્થિક રીતે સહાયરૂપ થવા ૬૫ લાખ પરીવારોને એક હજાર રૂપિયાની સહાય તેના બેન્ક ખાતામાં જમા કરાવાશે. આ ઉપરાંત અબોલ પશુઓને પૂરતો દ્યાસચારો મળતો રહે અને હાલમાં જયારે લોકડાઉનને કારણે વેપાર - ધંધા બંધ છે ત્યારે રાજયમાં ચાલતી તમામ રજીસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સંકટ ન થાય તે માટે પશુ દીઠ રૂ. ૨૫ એપ્રિલ મહિના દરમિયાન રૂપાણી સરકાર તરફથી આપવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. જે માટે રૂ.૩૦થી ૩૫ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આટલું જ નહીં પરંતુ જીઈબીનાં માર્ચ-એપ્રિલ મહિનાના તમામ વપરાશકારોનાં વીજ બીલ ૧પમી મે સુધી ભરી શકશે. નાના-મોટા ઉદ્યોગો તેમજ વેપારી એકમોને જીઈબીનાં એપ્રિલ મહિનાનાં વીજ બીલમાં ફિકસ ચાર્જ નહીં લેવાય. જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે. રૂપાણી સરકારે વીજ યુનિટને લઈને બીપીએલ કાર્ડધારકોનાં કુટંબનાં પરિવાર માટે મોટી જાહેરાત કરી છે. હવેથી માસિક ૫૦ યુનિટ દીઠ સુધી ૧.૫૦ પૈસાનો વીજ દર લેવાશે. જે અગાઉ ૩૦ યુનિટ પર ૧.૫૦ પૈસા વસૂલવામાં આવતો હતો. આમ હવે બીપીએલ કાર્ડધારકોના કુટંબના પરિવારને પહેલા જેટલા રૂપિયા ૩૦ યુનિટ માટે આપવા પડતાં હતા તે હવે માસિક ૫૦ યુનિટ દીઠ આપવાના રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂત મંડળી માટે પણ મોટી જાહેરાત કરી છે. ખેડૂતોનાં માર્ચ મહિના સુધી ધિરાણનું ૭ ટકા વ્યાજ બેંકોને સરકાર ચૂકવશે. સાથે જ ૩૧ મે સુધીનાં ધિરાણની રકમ જમા કરાવવા છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીનાં આ નિર્ણયથી અંદાજે ૨૫ લાખ ખેડૂતોને તેનો ફાયદો થશે. ભારતમાં એકમાત્ર રૂપાણી સરકારે દરેક વર્ગ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને સૌથી વધુ લોકહિતકારી - જનકલ્યાણકારી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકડાઉનનાં સમય દરમિયાન ગરીબો૪ અંત્યોદય પરિવારો૪ નિરાધારોને ભૂખ્યા રહેવું ન પડે તે માટે વિનામૂલ્યે અનાજ વિતરણ વ્યવસ્થા સુનિશ્યિત કરી છે.  આ સંદર્ભમાં રાજયનાં અંત્યોદય અને પીએચએચ રેશન કાર્ડ ધરાવતા અંદાજીત ૨૦થી ૨૫ લાખ પરિવારોને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં રોજીરોટી માટે આવીને વસેલા અન્ય રાજયોના શ્રમિકો, ગરીબ - અંત્યોદય પરિવારો - લોકોને પણ લોકડાઉન દરમિયાન અનાજ વગર ન રહેવું પડે તે માટે વધુ એક ઉદાત્ત્।ભાવ દર્શાવ્યો છે. જે અંતર્ગત તા. ૪ એપ્રિલથી આવા પરિવારોને અન્નબ્રહ્મ યોજના અન્વયે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ અપાઈ રહ્યું છે. તદુપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અન્ય રાજયોમાંથી ગુજરાતમાં રોજગારી-રોજીરોટી માટે આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજયના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ હાલ પોતાના વતન-ગામ પાછા ન જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજયમાં વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે  આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસને પગલે જાહેર થયેલ લોકડાઉનની સ્થિતિમાં આશ્રમશાળાઓ, સમરસ હોસ્ટલ૪ દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા ૩.૨૫ લાખ બાળકો તેમજ ૧૧ હજાર દિવ્યાંગ બાળકો જે પોતાના ઘેર ચાલ્યા ગયા છે તેમને એપ્રિલ માસનાં ખર્ચ પેટે વિદ્યાર્થીદીઠ રૂ. ૧૫૦૦ની સહાય આપવાની જાહેરાત કરી છે. જે રકમ બાળકોનાં વાલીઓનાં ખાતામાં સીધી જમા કરવામાં આવશે.

આમ પ્રગતિશીલ ગુજરાતની તમામે તમામ જનતાને સારું સ્વાસ્થ સુખાકારી મળી રહે.. સલામતી૪ સમૃદ્ઘિ જળવાઈ રહે.. સુવિધાઓ સરળતાથી મળતી રહે.. તેવા હેતુસર સદાય પ્રત્યનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શ્રમિકો૪ વૃદ્ઘો૪ મહિલાઓ૪ વિદ્યાર્થીઓ૪ ખેડૂતો૪ નિરાધારો૪ સામાન્ય-મધ્યમ વર્ગ માટે સાવચેતી અને તકેદારીનાં ભાગરૂપે લીધેલા સંવેદનશીલ નિર્ણયો અને કડક પગલાઓ કાબિલેદાદ છે.  ધનસુખભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજે યાદીના અંતમાં જણાવ્યુ છે કે ગુજરાતની પ્રજાને ઘરમાં સુરક્ષિત રાખવા સતત દોડતા રહેતા પોલીસકર્મીઓ જનતાને સ્વસ્થ્ય રાખવા દિવસ-રાત જાગતા રહેતા આરોગ્યકર્મીઓ લોકોને સ્વચ્છ રાખવા સમયસર કાર્ય કરતા સફાઈકર્મીઓ તેમજ પ્રજાને પળેપળની ખબરથી જાગૃત કરવા ગતિશીલ મીડિયાકર્મીઓની અનન્ય કામગીરીને તથા અનેક નામી-અનામી સેવાભાવી સંસ્થાઓની સેવા-સહાયતાની સરવાણીને માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પાડતા હોવાનું જણાવાયુ છે.

(3:52 pm IST)