Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ગુલાબ વિહાર હા.ઉ. સોસાયટી દ્વારા સેનીટાઇઝર અને માસ્કનું વિના મુલ્યે વિતરણ

રાજકોટઃ રાજકોટના બીગ બજાર પાછળ આવેલ ગુલાબ વિહાર હાઉ. સોસાયટીના પ્રમુખ શ્રી હરદીપસિંહ બારડ દ્વારા આજ રોજ સોસાયટીના તમામ સભ્યો માટે માસ્ક તેમજ સેનીટાઇઝરનું વિના મુલ્યે ઘરે ઘરે જઇને વિતરણ  કરવામાં આવેલ હતું. તેમજ સોસાયટીમાં લોકડાઉનનું સંપુર્ણ પાલન કરવા માટે અને સોસાયટીની સ્પષ્ટતા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સોસાયટીમાં કોર્પોરેશન ફોર ફોગીંગ અને સેનીટાઇઝ કરવા માટે અધિકારીશ્રીને રજુઆત કરેલ છે. આ સમયે ગુલાબ વિહાર હા.ઉ. સોસાયટીના પ્રમુખ હરદીપસિંહ બારડની સાથે સમન્વય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કાંતીલાલ ભુત તેમજ સોસાયટીના સભ્યશ્રીઓ રૂપેશભાઇ ખાચર, વિપુલભાઇ લીંબાણી, વિજયભાઇ મહેતા, મનસુખભાઇ ફળદુ અને રાજવીરસિંહ ખાચર જોડાયા હતા.

(3:51 pm IST)