Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

લોકડાઉનમાં લટાર મારવા નિકળેલા વધુ પ૮ ઝડપાયા

ડ્રોન કેમેરાની મદદથી ૩૦ શખ્સો પોલીસની ઝપટે ચડયા

રાજકોટ તા.૭ :.. દેશભરમાં લોકડાઉન જાહેર કરાયા બાદ પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરી લોકોને ઘરની બહાર ન નિકળવા અંગે અપીલ કરી રહી છે. તેમ છતાં કામ સિવાઇ ઘરની બહાર નીકળનારા લોકો સામે પોલીસ કડક પગલા લઇ રહી છે. જેમાં ગઇકાલે પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી લોકડાઉનમાં જાહેરનામાનો ભંગકરનારા પ૮ શખ્સોની ધરપકડ કરી હતી.

નોવેલ કોરોના વાયરસની મહામારી અંતર્ગત દેશભરમાં ર૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. જેને આજે તેર દિવસ થયા છે. લોકડાઉન સંદર્ભે શહેર પોલીસ કમિશનરે લોકો આ મહામારીમાં તકેદારી રાખે અને પોતાના ઘરની બહાર ન નિકળવા, એક બીજાથી બે મીટરનું અંતર રાખવું, બહાર એકઠા ન થવા અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી રહી છે. તેમજ આ મામલે પોલીસ કેટલાક વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી પણ રખડુ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં ગઇકાલે શહેરના અલગ - અલગ વિસ્તાર માંથી જાહેરનામાનો ભંગ કરનારા પ૭ શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. જેમાં એ ડીવીઝન પોલીસે ત્રિકોણ બાગ પાસેથી ધવલ પ્રકાશભાઇ દક્ષિણી, ગરૂડ ગરબી ચોક પાસેથી હીરેન જયેશભાઇ આડેસરા, મહંમદઅલી સલીમભાઇ જાનવાણી, સૌરભ ભીખુભાઇ ચંદારાણા, કીરણ અશોકભાઇ ભરવાડ, જયુબેલી ચોક પાસેથી વિશાલ બટુકભાઇ મકવાણા, સોની બજાર માંડવી ચોકમાંથી અભિષેક બીપીનભાઇ સોલંકી, તથા બી ડીવીઝન પોલીસે પેડક રોડ સેટેલાઇટ ચોક પાસેથી દિનેશ મહેશભાઇ ભદ્રા, અલ્પેશ વાલજીભાઇ રાઠોડ, માલધારી મફતીયાપરા મેઇન રોડ પરથી વિજય દેવાભાઇ રાઠોડ, તથા થોરાળ શાક માર્કેટ ચોક આકાશદિપ હાઉસીંગ કવાર્ટર, પાસેથી જયેશ ભરતભાઇ બારૈયા, ચુનારાવાડ ચોક પાસેથી લાલજી ઉર્ફે લાલો ચનાભાઇ સરવૈયા, તથા ભકિતનગર પોલીસે હરી ધવા રોડ, પટેલ ચોક પાસેથી મહેશ લાભુભાઇ રાઠોડ, કોઠારીયા રોડ પરથી પરેશ કાનાભાઇ હુંબલ, સુખદેવ વશરામભાઇ રતન, ગાયત્રીનગર મેઇન રોડ પરથી  જયપાલસિંહ કીરીટસિંહ જાડેજા, મીલપરા શેરી નં. ૪ માંથી હીરેન નીલેષભાઇ માંડલીયા, વિરલ રજનીકાંતભાઇ ફીચડીયા, કુવાડવા રોડ પોલીસે બેડી ગામથી હડમતીય વચ્ચે અર્જુન આયદાનભાઇ ડાવેરા, સુનીલ મગનભાઇ મકવાણા, બેડીના પુલ પાસેથી ધિરૂ રૂગનાથભાઇ ઉકેલીયા, કુવાડવા ગામાંથી વિક્રમ લાભુભાઇ સોલંકી, નવાગામ આણંદપર દેવનગર ઢોરા પાસેથી હરેશ ઠાકરશીભાઇ મકવાણા, બામણબોર ચેકપોસ્ટ પાસેથી ભોપા પ્રેમજીભાઇ બાવળીયા, ભુપત ગોબરભાઇ ગદવાણી, અશ્વીન સખાભાઇ દેગામા, આજીડેમ પોલીસે પ્રદ્યુમન પાર્ક પાસેથી લાલાભાઇ ભુપતભાઇ મકવાણા, તથા માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર પાર્થ પંકજભાઇ બારડ, મવડી રોડ વિશ્વેશ્વર મંદિર પાસે મનીષ રસીકલાલ રૂપારેલીયા, શ્રીનાથજી સોસાયટીમાંથી સોનુ શ્યામલાલ નંદાણી આનદ બંગલા ચોક પાસેથી પંકજ જયંતીલાલ ઘેલાણી, ગોકુલધામ સોસાયટી મેઇન રોડ પરથી લલિત સવજીભાઇ અમૃતીયા, ભાવેશ ગોવિંદભાઇ સંતોકી, કૌશીક કરશનભાઇ કટારીયા, સમીત ભરતભાઇ વાઘેલા, તથા પ્રનગર પોલીસે સ્લમ કવાટર મેઇન રોડ પરથી પ્રકાશ તુલશીભાઇ વાઘેલા, વિજય અશોકભાઇ વાઘેલા, દિલીપ ભગવાનદાસ તોલાણી, મોહન બંસીલાલ મોરયાણી, રામજી ધનજીભાઇ પરમાર, પોપટપરા મેઇન રોડ પરથી હિરેન જીતેન્દ્રભાઇ પીપળીયા, આસ્થા ચોક, રેલનગર રોડ પરથી નરેશ ગીરધારીભાઇ દાવડા, જયંતી મગનભાઇ સીતાપરા, સલીમ અજીતભાઇ શેખ, અરવિંદ હરેશભાઇ ઉકેડીયા, રેલનગર મેઇન રોડથી જયદીપ કનુભાઇ પરમાર, જીતેષ ચંદ્રકાંતભાઇ જાની, પોપટપરા મેઇન રોડ પરથી પ્રદિપ ત્રિકમદાસ લાખાણી, જયારે ગાંધીગ્રામ પોલીસે દોઢસો ફુટ રોડ રામાપીર ચોકડી પાસેથી નિતેશ નાથાભાઇ ગોહેલ, તાલુકા પોલીસ પાવનપાર્કમાંથી હીરેન દીનેશભાઇ કતબા, પંકજ ડાયાભાઇ પટેલ, સંદીપ અરવિંદભાઇ ઉમરેટીયા, યુનિવર્સિટી પોલીસે વાજડીગઢ ગામમાંથી મનસુખ બાબુભાઇ બાબરીયા, ગોપાલ ચોક પોથી દીક્ષીત સુરેશભાઇ ગૌસ્વામી, સાધુવાસવાણી રોડ ગોલ્ડન સુપર માર્કેટ પાસેથી નરોતમભાઇ લવજીભાઇ રંગાણી, કનુભાઇ જીવાભાઇ પરમાર, રવીભાઇ દિનેશભાઇ ડાંગર, અને મનીષ દેવચંદભાઇ  દુશરાની ધરપકડ કરી  કાર્યવાહી કરી હતી.

(3:48 pm IST)