Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

લોકડાઉનની પોઝીટીવ અસર : ઓછુ જમો-ઘરનું જમો...વ્યસનમુકિતનો અવસર

રાજકોટ, તા. ૭ : કોરોનાની મહામુસીબતમાંથી બહાર આવ્યા પછી પણ ઘરનું જ જમવાનું રાખો, તો તમે આગળની જીંદગી આવી જ રીતે સ્વસ્થ રહી શકશો. ઓછુ જમો પણ બહારનું ન જ જમો, તેવીમારા અનુભવ પ્રમાણે રવિવારે રાત્રે કે બુધવારે રાત્રે રાજકોટમાં હજારો લોકો બહાર જમતા હશે. કોઇપણ ખોરાક ચાર કલાક પહેલા રંાધેલો ખોરાક વાસી કહેવામાં આવે છે તે વાસી ખોરાક આપણા પેટમાં નાખવાથી હોજરીને તે પચાવવા માટે અતિશ્રમ કરવો પડે છે. તેમજ સ્વાદુપીંડ અને લીવરને જરૂર કરતા વધારે કામ કરવું પડે છે. એટલે આપણી પાચન શકિત દિવસે દિવસે મંદ પડતી જાય છે કારણ કે હોજરી લીવર સ્વાદુપીંડની પણ કામ કરવાની મર્યાદા હોય છે.

રાજકોટમાં દર પાંચમી દુકાન પાન, સોડાની છે. તો ૧પ દિવસથી લોકો તમ્બાકુ, સિગરેટ વગર ચલાવી શકતા હોય તો જો મનથી મજબૂત થાય તો તેમના માટે વ્યસન છોડવાની મહત્વની તક મળી છે. તમ્બાકુ બંધ કર્યા પછી પણ શરીરના તેમના ઝેરની અસર લાંબા સમય સુધી રહે છે.  લોકડાઉનમાં દારૂના વ્યસનીને પીધા વગર  નિંદર આવી જાય છે, કેટલાક  તો દારૂ પીધા પછી ૮ વાગ્યા પછી રાત્રે ફેમીલીને ટાઇમ નથી આપી શકતા અને તે લોકો નશામાં હોય તો ફેમીલી પણ તેમનાથી ડરતુ હોય છે. કોરાના લોકડાઉને બહુ  ટાઇમ ફેમીલીને આપ્યો છે. અત્યારે તે ફેમીલી તેમના ઘરના માણસ સાથે રાત્રીનું ભોજન લે છે અને ફેમીલી સાથે  આનંદ માણે છે.

વાહનોની અવર જવર ઓછી થવાથી ધુળ ઉડવાનું, પ્રદુષણ થવાનું, અકસમાતનો દર ઘણો ઘટી ગયો છે. તો પણ અત્યારે જીવન ચાલ્યા કરે છે. જરૂરીયાત વગરનું વાહન લઇને બહાર નીકળવુ નજીકમાં વાહન ચલાવવું એ બધુ સમાજ દેશ માટે નુકશાનકારક છે.

ડો. પ્રફુલ એમ. કમાણી

એમ.ડી.ડી.એન.બી. (ગ્રેસ્ટ્રો)

 વોકહાર્ટ હોસ્પિટલ,

કાલાવડ રોડ રાજકોટ.

૯૯૧૩પ ૯૯૬૯૯

(3:47 pm IST)