Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સિનીયર સીટીઝનના મોઢા પરની ખુશી, એ જ ખુરશીદ અહેમદનો જીવન મંત્ર

કડક અમલવારી સાથે જરૂરીયાતમંદ લોકો માટે ભોજન, દવા સહીતની વ્યવસ્થા આ આઇપીએસ મુંગા મોઢે કરી રહયા છે : યોગાનુયોગ રાજકોટ જેસીપીના ધર્મપત્ની એવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી શાહમીના હુસેનની પણ કાબીલેદાદ કામગીરી

રાજકોટ, તા., ૭: એક સમયે પોલીસનું નામ સાંભળતા જ ઘણા લોકો મ્હોં મચકોડતા  પરંતુ કોરોના વાયરસ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા લોકો માટે જાનના જોખમે રક્ષણ કરવા સાથે લોકો માટે ભોજન વ્યવસ્થા, દવાની વ્યવસ્થા, જરૂરીયાતમંદો માટે વાહનની વ્યવસ્થા, હોસ્પિટલે ખાસ સંજોગોમાં પહોંચાડવાની વ્યવસ્થાને કારણે પોલીસ પર  લોકો ફુલ વર્ષા કરી રહયા છે. આજ પ્રકારની કામગીરી રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ મુંગા મોઢે કરી રહયા છે. જેની નોંધ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહીતના નાના-મોટા અધિકારીઓ લઇ રહયા છે.

રાત હોય કે દિવસ કે પછી ધોમ ધખતો તાપ પોતાના સ્ટાફની કાળજી રાખવા તેઓ માસ્ક પહેરે છે કે કેમ? સેનીટાઇઝરનો ઉપયોગ કરે છે કે કેમ? તેની કાળજી રાખવા સાથે મોટી ઉંમરના લોકોને હેરાન થતા જોઇ વાહનોની વ્યવસ્થા કરી આપે છે. લોકડાઉનનો જડબેસલાક અમલ પણ કરાવે છે. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે રહી જરૂરીયાત મંદો માટે ભોજન વિતરણની વ્યવસ્થા પણ કરાવી  રપ,૦૦૦ લોકોની જઠારા અગ્ની ઠારી છે.  લોકોમાં જાગૃતી લાવવા ખાસ પ્રકારનો વિડીયો બનાવવામાં તેમનો સહયોગ મહત્વનો રહયો છે. લોકોના આરોગ્યની કાળજી માટે તથા પોલીસ માટે મેડીકલ કેમ્પો પણ યોજી રહયા છે.

ગેરકાયદેસર રીતે નિકળતા વાહનો અને ટહેલવા નિકળતા યુવાનોને અટકાવી  વાહનો જપ્ત કરવા સુધીની કામગીરીમાં ટ્રાફીક પીઆઇ શ્રી ગડુ વિગેરેની સાથે રહી ઉત્સાહ વધારે છે. એકલા રહેતા સીનીયર સીટીઝનો માટે મદદનો કોલ આવ્યે ખુરશીદ અહેમદ સમય બગાડયા વગર તેમની જરૂરીયાતો જેવી કે ભોજન, દવા વિગેરે મળે તેવી કાળજી રાખે છે. યોગાનુયોગ ખુરશીદ અહેમદના પત્ની અને રાજયના સિનીયર આઇએએસ હાલમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં ફરજ બજાવતા શાહમીના હુસેન પણ કપરા સમયમાં કાબીલેદાદ કામગીરી કરી રહયા છે.

(2:51 pm IST)