Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આત્મમંથન-સુધરવાને બદલે નેકના નિર્ણયને અપીલમાં પડકારવા સીન્ડીકેટનો નિર્ણય

આઈકયુએસીમાં કોઈ બદલાવ નહી કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથીઃ સીન્ડીકેટમાં એસએસઆર અંગે ચર્ચા

રાજકોટ, તા. ૬ :. પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણી અને ડો. મહેન્દ્ર પાડલીયાના કાર્યકાળ બાદ ૨૦૧૪થી ૨૦૧૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવત્તા સદંતર તળીયે જતા 'એ' ગ્રેડમાંથી સીધા જ 'બી' ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની ગઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંઆઈકયુએસીમાં શૈક્ષણિકને બદલે રાજકીય લોકોનો દબદબો તેમજ કુલપતિ-કુલનાયક વચ્ચે ચાલતા વિવાદમાં આઈકયુએસીની નબળી કામગીરીની ગંભીર નોંધ યુજીસીની નેક કમિટીએ લીધી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભૂલ સુધારવાને બદલે કે આત્મમંથન કરવાને બદલે નેક કમિટીનો રીપોર્ટ ખોટો હોવાનું ગણીને અપીલ કરી પડકારવાનો નિર્ણય આજે મેળવી ખાસ સીન્ડીકેટમાં થયો છે.

નેક કમિટીએ જે ૨૭ મુદ્દે '૦' ગુણ આવ્યા છે તે ઉપરાંત એસએસઆરમાં પણ રહેલી ખામી દૂર કરીને અપીલ કરવાનો નિર્ણય સીન્ડીકેટે કર્યો છે.

આઈકયુએસી વીખેરી નાખવાનું કહેતા સીન્ડીકેટ સભ્યોને વર્તમાન આઈકયુએસીને જ અપીલ કરવાનું કહેતા ભારે આશ્ચર્ય સર્જાયુ છે. આઈકયુએસીમાં કોઈ જવાબદારી લેવા તૈયાર ન હોવાનું જાણવા મળે છે.

(4:08 pm IST)