Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

રાજકોટમાં ફિલ્મ-ટીવીની હસ્તીઓ સાથે રંગોત્સવ

અમિષા પટેલ, મુગ્ધા ગોડસે, પ્રીતિ, રીમી સેન, શિવ્યા પઠાનિયા આવશે : ગોસેલબ અને એમરાલ્ડ કલબ દ્વારા ર૧ માર્ચે આયોજનઃ વિવિધ મનોરંજક વિકલ્પો

ગોસેબલના ચીરાગ વૈષ્ણવ અને એમરાલ્ડ કલબના ઋષિતભાઇ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ : રાજકોટમાં આ વખતે ટીવી-ફિલ્મ ી હસ્તીઓની ઉપસ્થિતિમાં હોલી ઉત્સવનું આયોજન કરાયું છે. આ અંગે પત્રકાર પરિષદ યોજાઇ હતી, જેમાં માહિતી અપાયેલી.

રાજકોટતા. ર૪ રાજકોટમાં આગામી હોલી-ધુળેટીનો તહેવાર યાદગાર બની રહે તે માટે Goceleb કલબ અને એમરાલ્ડ કલબ દ્વારા આગામી ર૧ માર્ચના રોજ બોલીવુડ સ્ટાઇલથી ધમાકેદાર હોલી ધુળેટી રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલીવુડ અને ટીવીની ખ્યાતનામ સેલિબ્રિટી અમિષા પટેલ, મુગ્ધા ગોડસે, પ્રીતિ જાંગાનિયા, રીમી સેન, શિવ્યા પઠાનિયા સહિતની હસ્તીઓ રાજકોટીયન્સ સાથે હોલી સેલિબ્રેશન કરશે. એમરાલ્ડ કલબ ખાતે ભવ્ય લોનમાં જાણે કે બોલીવુડનો ધુલેટી સેટ લાગ્યો હોય તેમ બલુન કલર બ્લાસટ, કલર બ્લોઅર, સુપર ડુપર મટકા ડેકોરેશન, સંગીતની રોકબીટસ જમાવટનો રાજકોટમાં મેગા હોલી ઇવેન્ટ યાદગાર બની રહેશે.

એન્ટરટેઇનમેન્ટના બેસ્ટ સોર્સ તરીકે પ્રખ્યાત થતું કલબ તાજેતરમાં જ લોન્ચ થયું છે. રાજકોટવાસીઓને તાજેતરમાં રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રોપર્ટી શો-માં સેલિબ્રિટી ઇવેન્ટ જોવા મળ્યા તે Goceleb તરફથી રજૂ કરાયા હતા. Gocelebના એડવાઇસર ચિરાગ શાહના જણાવ્યા મુજબ  Goceleb રાજકોટમાં લોન્ચ થયાને ટુંકા ગાળામાં ૩૦૦થી વધુ મેમ્બર બનાવવામાં સફળ થઇ છે.  Goceleb કલબની મેમ્બરશીપ મેળવવા માટે  www.goceleb.com/club પરથી ઓનલાઇન બુકીંગ કરી શકાશે. સભ્યપદ લેનારને મેગા હોલી ઇવેન્ટ કોમ્પલીમેન્ટરી મળશે.

રાજકોટમાં ર૧મી માર્ચે યોજાનાર ધમાકેદાર હોલી ઇવેન્ટ એમરાલ્ડ કલબ ખાતે યોજાશે.  Gocelebમુવેબલ  કલબનો ખ્યાલ દેશભરમાં નવો છે. હવે તમે સમગ્ર દેશમાં  Gocelebની મેમ્બરશીપથી મુવી, ડ્રામા, લાઇવ કોન્સર્ટ અને ઘણા બધા મનોરંજનના વિકલ્પો માગો ત્યારે મળી શકશે.

મનોરંજનના સર્વેટાઇલ પ્રોગ્રામ આપતી આ મુવેબલ કલબમાં મેમ્બર બન્યા પછી એમાંનો કોઇ પણ પ્રોગ્રામ તમે કોઇ પણ લેન્ગવગેજમાં તમારા શહેરમાં ગમે ત્યારે, ગમે તે સમયે જોઇ શકો છો. આ કલબના મેમ્બર હાલ પૂરતા મુંબઇ, સુરત, અમદાવાદ, બરોડા અને રાજકોટ સૌરાષ્ટ્રના લોકો બની શકે છે.

રાજકોટમાં હોલી ધમાકા ઇવેન્ટ અને  Goceleb ની મેમ્બરશીપ માટે રેસકોર્ષ પ્લાઝા, રેસકોર્ષ રીંગ રોડ ઉપર થઇ શકશે. મોબાઇલઃ- ૯૯૮૭૬ ૬પ૧૭૭, ૯૧રર ૬૮ર૦ ૭૭૭૭ નંબરો પર સંપર્ક થઇ શકે છે. 

(4:06 pm IST)