Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

બહેનો માટે વિનામૂલ્યે અંગ્રેજીના તાલીમ વર્ગો : ૬ દિવસનો કેમ્પ : નામ નોંધણી જરૂરી

રાજકોટ, તા. ૭ : રાજકોટ સીટી વુમન્સ કલબ અને સ્ટેશન-ઈ લેંગ્વેજ લેબ દ્વારા વુમન્સ-ડે નિમિતે બહેનોને વિનામૂલ્યે અંગ્રેજીના વર્ગો શીખવવામાં આવશે.

મહિલા આગેવાનોએ જણાવેલ કે અંગ્રેજી ભાષાનું જ્ઞાન સરળ અને સહજ રીતે આપવામાં આવશે. બહેનો માટેના અંગ્રેજી કમ્યુનિકેટીવ સ્કીલ ટ્રેનીંગ કોર્ષ નિઃશુલ્ક છે. સામાન્ય રીતે આ કોર્ષની ફી રૂ.૧૨૦૦ છે. આ કોર્ષથી બહેનો સરળતાથી અંગ્રેજી ભાષામાં વાર્તાલાપ અને અભિવ્યકત કરી શકશે.

અંગ્રેજીના આ વર્ગો તા.૯ના શનિવારે સાંજે ૫ વાગ્યાથી સ્ટેશન - ઈ લેંગ્વેજ લેબ (સિલ્વર સેન્ડ સોસાયટી, બિગ બઝાર સામે, ઈમ્પીરીયલ હાઈટ્સ પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ) ખાતે શરૂ થશે.

આ કોર્ષ માટે બહેનોને સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. વધુ વિગતો માટે મો.૯૪૨૬૬ ૯૧૫૩૯ / ૯૭૨૫૯ ૨૫૬૩૫ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમાં પ્રફુલ્લાબેન મહેતા (પ્રમુખ રાજકોટ સીટી વુમન્સ કલબ), નીતાબેન મહેતા, અલ્કાબેન ગોસાઈ, કલ્પનાબેન પારેખ, પ્રીતિબેન ગાંધી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:57 pm IST)