Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

તિજોરી કચેરીઓનું કામકાજ તા.૨૯મી બપોરે ૩ વાગ્યા સુધી ચાલુ

નાણા વિભાગ દ્વારા સમય મર્યાદા નક્કી કરતો પરિપત્ર

રાજકોટ તા.૭: રાજયના નાણા વિભાગ દ્વારા માર્ચ એન્ડીંગને અનુલક્ષીને તિજોરી કચેરી-પેટા તિજોરી કચેરીઓના સબંધિત કામનો સમયગાળો નક્કી કરતો મહત્વનો પરિપત્ર ગઇકાલે તા.૬ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

નાણા વિભાગના નાયબ સચિવ (પેન્શન અને તિજોરી) શ્રી કે.કે.પટેલની સહીથી બહાર પડેલ પરિપત્રમાં જણાવાયુ છે કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ પૂર્ણ થવાને આરે છે. રાજ્યની તિજોરી કચેરીઓમાં નાણાંકીય બીલો સ્વીકારવા માટે ખૂબજ ઓછો સમયબાકી રહેલ છે. બીલોના સ્વીકાર, ચકાસણી અને ચુકવણાં માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી રાજ્યની સર્વે તિજોરી કચેરી/પેટા તિજોરી કચેરીઓનું કામકાજ તા.૨૯-૦૩-૨૦૧૮ શુક્રવારના રોજ બપોરના ૩.૦૦ કલાક સુધી ચાલુ રહેશે. સર્વે સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓને આ બાબતે સમયસર કાર્યવાહી અચૂકપણે થાય તેની પૂરતી કાળજી રાખવા જણાવવામાં આવે છે.(૭.૮)

(11:53 am IST)