Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

રાજકોટ એસટી દ્વારા કાલથી વધુ એક દિવ માટે સ્પેશ્યલ એસી કોચ બસ

ટુંકમાં રાજકોટ-પુના વોલ્વો સ્લીપર કોચ પણ શરૂ કરાશે

રાજકોટ તા.૭: આવતીકાલથી રાજકોટ એસટી તંત્ર રાજકોટ-દિવ માટે વધુ એક સ્પેશ્યલ એસી કોચ બસ સેવા શરૂ કરી રહી છે, આ બસ સવારે ૧૦ાા વાગ્યે ઉપડશે અને દિવથી સાંજે પ ાા વાગ્યે ઉપડશે, ભાડુ રૂ. ૨૫૩ આસપાસ રહેશે.

રાજકોટથી દિદ જવા માટે હવે ત્રણ બસો થઇ છે, સવારે ૯ાા, ૧૦ાા અને સાંજે ૬ાા વાગ્યે બસ ઉપડશે.

દરમિયાન ડિવિઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ ''અકિલા''ને ઉમેર્યું હતું કે, રાજકોટ -પુના વચ્ચે પણ ટૂંક સમયમાં વોલ્વો સ્લીપર કોચ શરૂ કરવા જઇ રહ્યા છીએ, પરમીટ મળે એટલે તુર્ત જ બપોરે ૪ વાગ્યા આસપાસ રાજકોટ-પૂના વચ્ચે બસ શરૂ કરી દેવાશે, જેમાં ર હજાર રૂ. ભાડુ રહેશે.(૧.૯)

(11:33 am IST)