Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

વોર્ડ નં. ૨માં ૧૨૩ વિસ્તારમાંથી ૧૫ ટન કચરાનો નિકાલ

'વન ડે વન વોર્ડ' સ્વચ્છતા તથા આરોગ્ય ઝુંબેશઃ ૧૧ ન્યુ સન્સ પોઇન્ટમાં ગંદકીના ગંજ દુર કરાયાઃ ૪ વોકળાની સફાઇઃ ડો. દર્શિતાબેન શાહ, મનીષ રાડિયા, આશિષ વાગડિયા, જયમીન ઠાકર સહિતના પદાધિકારીઓ સતત ખડેપગે રહ્યા

ઉગ્ર રજુઆતઃ શહેરના કોઠારિયા-વાવડી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા અસહ્ય વેરાબિલ ફટકારાતા લોકોમાં દેકારો બોલી ગયો હતો જે અન્વેયે આજે વિસ્તારનાં સભ્યો દ્વારા કોંગ્રેસની આગેવાનીમાં મ્યુનિ. કમિશ્નરને લેખિત પત્ર પાઠવેલ તો અને વિરોધમાં વેરા બિલની હોળી કરવામાં આવી હતી જે તસ્વીરમાં નજરે પડેછે. (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૭ : શહેરમાં જાહેર આરોગ્ય સુખાકારી માટે સોમવારથી 'વન ડે - વન વોર્ડ' ઝુંબેશ હેઠળ સઘન સફાઇ અને દવા છંટકાવની ઝુંબેશાત્મક કાર્યવાહી શરૂ થઇ છે જે અંતર્ગત ગઇકાલે વોર્ડ નં. ૨ના ૧૨૩ વિવિધ વિસ્તારમાંથી ૧૫ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.

સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન ચેરમેન આશિષભાઈ વાગડિયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, આપનું રાજકોટ સ્વચ્છ રાજકોટ સ્વસ્થ રાજકોટ રહે તેમજ હજુ હમણાજ મહાશિવરાત્રી, હોળી ધુળેટી જેવા તહેવારો પૂર્ણ થયેલ હોય તે ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વન ડે વન વોર્ડ' સ્વચ્છતા તથા આરોગ્યલક્ષી ઝુંબેશ શહેરના તમામ વોર્ડમા યોજાય તેવું આયોજન.

'વન ડે વન વોર્ડ' સ્વચ્છતા તથા આરોગ્યલક્ષી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.૨માં શુભારંભ કરવામાં આવ્યો છે. તેમા ગીત ગુજરી સોસાયટી, અભીલસા સોસાયટી, નરશીનગર, જયગીત સોસાયટી, સખીયાનગર, શ્રીજીનગર, શ્રેયસ સોસાયટી, જસાણી પાર્ક, પાર્વતી પાર્ક, શિવાજી પાર્ક, રૂચી બંગ્લોઝ, ચુડાસમાં પ્લોટ, છોટુનગર સોસાયટી, રંગઉપવન સોસાયટી, અમરજીતનગર, ગ્રીન પાર્ક, આરાધના સોસાયટી, એકઝાન સોસાયટી, યોગેશ્વર પાર્ક સોસાયટી, રેસકોર્ષ પાર્ક સોસાયટી, મારૂતીનગર, જનતા જનાર્ધન સોસાયટી, રેસકોર્ષ રીંગ રોડ, શ્રોફ રોડ, કાશી વિશ્વનાથ પ્લોટ, તાર ઓફિસ પાછળનો ભાગ, ભોમેશ્વર પ્લોટ, ભોમેશ્વર વાડી, બજરંગવાડી, શીતલ પાર્ક સોસાયટી, અવંતી પાર્ક સોસાયટી, વસુંધા સોસાયટી, પુનીતનગર, રાજીવનગર, મોમીન સોસાયટી  પાસે સફાઈ કરવામાં આવેલ.

આ સફાઈ ઝુંબેશમાં ૧૨૩ લતા વિસ્તાર સાફ કરવામાં આવેલ ૫ મેઈન રોડ સાફ કરવામાં આવેલ બધા લતા વિસ્તારમાં મેલેથેન તથા લાઈમ પાવડરનો છંટકાવ કરવામાં આવેલ, ૧૧ કચરાના ન્યુસન્સ પોઈન્ટ સાફ કરવામાં આવેલ, ૨૩ ટીપ્પર વાનની કચરાની ટ્રીપ કરવામાં આવેલ, ૩ ટ્રેકટર અને ૧૧ ડમ્પર દ્વારા ૪ જેસેબી દ્વારા ૪ વોકળાની સફાઈ અને સ્વીપર મશીન દ્વારા રેસકોર્ષ રીંગ રોડ તથા રૈયા મેઈન રોડ સ્વીપીંગ મશીન દ્વારા સાફ કરવામાં આવેલ કુલ ૧૫ ટન કચરો આખા દિવસ દરમ્યાન નિકાલ કરવામાં આવ્યો.

સાથો સાથ આરોગ્ય વિભાગની ૯ ટીમ દ્વારા ઉપરના તમામ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી, ઘરે ઘરે જઈ પાણીના ટાંકામા દવાઓ નાખવાની કામગીરી, મોટા અને ખુલ્લા પાણીના ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની કામગીરી, આરોગ્ય વિભાગની મેલેરિયાની ૧૫ ટીમ દ્વારા દરેક ઘરમાં ફોગીંગ કરવાની કામગીરી, વાહન દ્વારા જાહેર રોડ તથા શેરીઓમાં ફોગીંગ કરવાની કામગીરી, આરોગ્યશિક્ષણ તથા આરોગ્ય માટે જનજાગૃતિ માટે પત્રિકા વિતરણની કામગીરી, આ કામગીરીમાં આરોગ્ય ચેરમેન મનીષભાઈ રાડીયા, સિનીટેશન ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય અધિકારી ડો.હિરેન વિસાણી, બયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરો ભરતભાઈ વ્યાસ, રીતેશભાઈ પારેખ અને દિલીપદાન સહિતના અધિકારીઓ આ કામગીરીમાં સાથે હતા.

આજના આ સફાઈ ઝુંબેશ અને આરોગ્ય ઝુંબેશ કાર્યક્રમમાં ડે.મેયર ડાઙ્ખ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન ચેરમેન અને વોર્ડ નં.૨ના કોર્પોરેટર  આશિષભાઈ વાગડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, કોર્પોરેટર સોફીયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, વોર્ડ નં.૨ના મહામંત્રી જયસુખભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મિરાણી, પૂર્વ કોર્પોરેટર લીલાબા જાડેજા, પૂર્વ પ્રમુખ લાલભાઈ પોપટ, નિશ્યલભાઈ જોષી, ધારાબેન વૈષ્ણવ, વોર્ડ ના ડે.એન્જીનીયર લાલચેતા, વોર્ડ નં.૨ના વોર્ડ ઓફિસર ધૈર્ય જોષી નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળા ઉપસ્થિત રહેલ હતા.

(4:21 pm IST)