Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝ વાર્ષિકોત્સવમાં ૩૪૦ બાળકોનું પરફોર્મન્સ

રાજકોટ, તા. ૭ : હેમુગઢવી હોલ ખાતે પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝ દ્વારા ર૬મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાઇ ગયો. જેમાં ૩૪૦થી વધારે બાળકો દ્વારા આરતી-ફેશન શો જેમાં થીમ બેઇઝ એક કદમ સ્વચ્છતા કી ઔર-બેટી બચાવો બેટી પઢાઓ-શિવતાંડવ, દેશ પ્રેમની ભાવના તથા વેસ્ટર્નનની પેટર્ન રજૂ કરવામાં આવી હતી.

ઉપરાંત હિપહોપ-ફોક-કન્ટેમ્પરરી, ઝુમ્બા, યોગા, જીમ્નાસ્ટીક તથા સ્કેટીંગની એક વેરાયટી નાના-નાના બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી. સવા વર્ષથી લઇને ૬૪ વર્ષ સુધીના બાળકો, યુવાનો તથા વડીલોએ એક એકથી ચડિયાતી ર૦થી વધાર આઇટમો રજૂ કરી હતી.માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, ગજેન્દ્રસિંહ રાઠોડ, પી.એસ.આઇ. (ક્રાઇમ બ્રાંચ) તથા મૌલેશભાઇ પટેલ (બાનલેબ્સ), ઉમેશભાઇ શેઠ (યુટર્ન ઓપ્ટીકલ મોલ), વિજયભાઇ કારીયા, ડો. નિરજ ભાવસાર, જીતુભાઇ ગોટેચા, ફનસ્ટ્રીટ, જીમ્મીભાઇ અડવાણી, શિવસેના અધ્યક્ષ, જયેશભાઇ ઉપાધ્યાય બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, પરેશભાઇ પોપટ-આર.ડી. ગ્રુપ, ચિરાગભાઇ ગઢીયા, અશોકભાઇ ગાંધી, રાજેશભાઇ ગાંધી, હિમાંશુભાઇ રાણા, સુરેશભાઇ ત્રિવેદી, માધવભાઇ શાપરા, ડો. કે.પી. ડાંગર, એમ.ડી., એનોટોમી, દિપકભાઇ રાજાણી (કલ્યાણ જવેલર્સ), સુભાષભાઇ સામાણી, ધર્મેશ વસંત, મનહરસિંહ ગોહીલ, ડો. નિખીલ ગેરીયા, દિનેશભાઇ વિરાણી, સુનિલભાઇ શાહ, કૌશિકભાઇ અઢીયા, સુરેશભાઇ પરમાર, ધર્મેશભાઇ વસંત, દિપકભાઇ વાયા, જયેશભાઇ ઓઝા, ડી.સી. પટેલ, દિલીપભાઇ, પિયુષભાઇ, મીતાબેન ચાવડા, બ્રહ્માકુમારીમાંથી અંજદીદી, કિંજલદીદી, રેખાદીદી, ઉમા મેડમ, કાશ્મીરાબેન નથવાણી, રેણુબેન યાજ્ઞિક, રમાબેન હેરભા, રત્નાબેન સેજપાલ, અલ્કાબેન કામદાર, જશુબેન વસાણી, અરૂણાબા ચુડાસમા, પાયલબેન, ઉર્વીબેન (કયુટબેબી જીયાણા સ્પેશ્યાલીસ્ટ), પૂર્ણીમાબેન ખંધેડીયા , જતીનભાઇ ગણાત્રા વિગેરેએ હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં

વર્ષ દરમ્યાન ડાન્સીંગ, સ્કેટીંગ, ડ્રોઇંગ, જીમ્નાસ્ટીક, પર્સનાલીટી, યંગેસ્ટ ચાઇલ્ડ, બેસ્ટ ઓફ ધ બેસ્ટ ચાઇલ્ડ, બેસ્ટ ટીચર, બેસ્ટ ટ્રાન્સપોર્ટેશન, બેસ્ટ ફાધર, બેસ્ટ મધર, બેસ્ટ ગ્રાન્ડ મધર તથા સપોટ ઓન માઇકના એવોર્ડ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતાં. એક વિશેષતા એ હતી કે દારૂ છોડો, સિગારેટ છોડો, તમાકુ છોડોના બેનર સાથે બાળકોએ ઓડીયન્સમાં ફરીને ચેરીટી એકત્ર કરી હતી જે હોસ્પિટલમાં જઇ દર્દીઓને દવા, કપડામાં વાપરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

સમગ્ર આયોજનને સફળ બનાવવા પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો, કીડઝના તમામ કમીટીમેમ્બરો રાજનસર, ધવલસર, હાર્દિકસર, માંગલ્યસર, અલીસર, સોનલદીદી, દત્તાદીદી, મેઘાદીદી, આરતીદીદી, રચનાદીદી, સીમરનદીદી, અલ્પાદીદી, દીપ્તીદીદી, જલ્પાદીદી, પૂર્વીદીદી, દીપાદીદી, કમલદીદી, ભાવનાદીદી, કિંજલદીદી, પ્રિન્સીદીદી, વૈભવીદીદી, અંકિતાદીદી, હીનલદીદી, ડો. પુજા રાઠોડ તથા સંચાલિકા પુષ્પા રાઠોડે જહેમત ઉઠાવી હતી. પ્રોગ્રામમાં જીમ્નાસ્ટીક કોમ્પીટીશન ટુંક સમયમાં થશે, સ્કેટીંગ કોમ્પીટીશન તા. ર૧-૪-૧૮ના થશે. ડ્રોઇંગ કોમ્પીટીશનની જાહેરાત કરવામાં આવી હતી. યુ ટર્ન ઉમેશભાઇ તરફથી ૬૦ જોડી ચશ્મા ગીફટ કરવામાં આવ્યા હતાં. ડી.એસ.એન. એગ્રી બ્રોકર્સ, ડી ફીટનેશ, ઓમ ક્રિએશન, હાઉઝેટ સ્પોટર્સ તથા કલ્યાણ જવેલર્સ, કયુટ બેબી તરફથી સહયોગ સાંપડેલ હતો. મુખ્ય સ્પોન્સર બાન લેમ્બ તરફથી મળેલ હતો.

(4:20 pm IST)