Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

શાકાહારી બનો, પશુઓને બચાવો : 'પીટા' દ્વારા કિસાનપરામાં અખોખી રીતે પ્રચાર

રાજકોટ : વિશ્વ મહિલા દિવસના એક દિવસ અગાઉ 'પીટા' દ્વારા રાજકોટની ગલીઓમાં શાકાહારની અનોખી રીતે અપીલ કરાઇ હતી. બોડીસુટ તથા ગાય અને ભેંસના મુખવટા પહેરીને તેમજ હાથની હથળેીઓ લાલ રંગે રંગીને પીટાના સભ્યો કિસાનપરા ચોક અને આસપાસના માર્ગો ઉપર ફર્યા હતા. પ્રાણીઓ આપણા ખાવા માટે નથી, તેમે શાકાહારી બને અને પશુઓને તેમનું જીવન જીવવા દો તેવી અપીલ કરાઇ હતી. દુધ મેળવવા માટે પશુઓને અપાતી યાતના સામે પણ પ્રકાશ ફેંકવામાં આવેલ. ડેર ઉદ્યોગની ક્રુરતા સામે નારાજગી વ્યકત કરાઇ હતી. ટુંકમાં જીયો ઓર જીને દોની અપીલ પીટાના સભ્યોએ કરી હત. આ સમગ્ર ઝુંબેશ પીટાના સહાયક રાધીકા સુર્યવંશી (મો.૯૮૨૦૭ ૮૭૩૮૨)ની રાહબરી હેઠળ હાથ ધરાઇ હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:20 pm IST)