Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

વિ.હિ.પ. પ્રેરીત રામનવમીની શોભાયાત્રાની તૈયારીનો ધમધમાટઃ કાલે બેઠક

 રાજકોટઃ તા.૭, દર વર્ષે ભગવાન શ્રી રામના પ્રાગ્ટયને વધાવવા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ભવ્ય દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શહેરના મુખ્ય માર્ગો પર ફરતી આ શોભાયાત્રાના દર્શનનો લ્હાવો લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે.  આ વર્ષે આગામી ૨૫મીના ગુરુવારના  રોજ યોજનાર રામનવમી શોભાયાત્રાની પુર્વ તૈયારી જોરશોરથી આરંભાઇ ગઇ છે.

આ તૈયારી ભાગ રૂપે આખરી ઓપ આપવા અને માર્ગદર્શન પુરૂ પાડવાના હેતુથી આવતીકાલે તા.૮ ગુરૂવારના રોજ વિ.હી.પ.ના કાર્યકર્તાઓની એક બેઠકનું આયોજન રાત્રે ૯:૩૦ કલાકે, વિ.હી.પ. કાર્યાલય, ૮ મીલપરા ખાતે કરવામાં આવેલ છે. તો તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા  મંત્રી નિતેષ કથીરીયાની યાદી જણાવે છે.

(4:05 pm IST)