Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

હોસ્પીટલ ચોકના બ્રિજનું કામ વહેલી તકે શરૂ કરાવોઃ મુખ્યમંત્રીને પદાધિકારીઓની રજૂઆત

રાજકોટ : ભાજપના સીનીયર કોર્પોરેટર અને પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ગઇકાલે ગાંધીનગર ખાતે રૂબરૂ મળી હોસ્પીટલ ચોકનાં બ્રીજનું કામ વહેલી તકે શરૂ કરાવવા તથા શહેરનાં અન્ય જરૂરી બ્રીજની મંજરી-આર્થિક સહાય વગેરે કાર્યવાહી ઝડપી પુર્ણ કરાવવા રજૂઆતો કરાઇ હતી.

(4:04 pm IST)