Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સ્માર્ટ સીટીઃ સ્વચ્છ સીટી કયારે ? તંત્રની નિંભરતા દુર થશે? ગૌરવપથ નજીક જ કચરાના ઢગલા!!...

સ્માર્ટ સીટીની વટભેર વાતો કરતા અધિકારીઓ તથા પદાધિકારીઓ સ્વચ્છ સીટીનું નિર્માણ કરી શકશે તેવો પ્રશ્ન લોકો કરી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલા જ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયના નિવાસસ્થાન સામે રોયલ પાર્કમાં આવેલ તોરણ એપાર્ટમેન્ટમાં બે વૃક્ષોના બદલે પાંચથી ૬ વૃક્ષોનો ખુરદો બોલી ગયા બાદ નોટીસના નાટકો થયા પરંતુ આજે પણ પર્યાવરણ વિરૂધ્ધની કાર્યવાહીની સાક્ષી પુરતા વૃક્ષોના થડીયા વટભેર ત્યાં રાખવામાં આવ્યા છે ત્યારે મેયરના ઘરની સામે જ આવેલ રોયલ પાર્ક શેરી નં. ૧૦ માં લક્ષ્મી એપાર્ટમેન્ટની કમ્પાઉન્ડ વોલ પાસે અને માઇલસ્ટોન એપાર્ટમેન્ટના મુખ્ય પ્રવેશ દ્વારની સામે બેફામ ગંદકી અને અઢીથી ત્રણ વર્ષની બોરડી નગરસેવકોના સાઇન બોર્ડ પાસે જ નજરે પડે છે. મહાનગરપાલિકાનું નિંભરતંત્ર સ્વચ્છતાની કેવી કામગીરી કરી રહી છે. તેના પર બેશરમી સાથે પ્રશ્ન થઇ રહ્યો છે. લોકો સામે ન જુઓતો કાંઇ નહી મેયરના ઘરની સામે અને નગરસેવક અશ્વિનભાઇ ભોરણીયા ત્થા નગરસેવીકા જયોત્સનાબેન ટીલાળાના નામના સાઇન બોર્ડ સામુ તો તંત્ર જુએ તેવો પ્રશ્ન પણ થઇ રહ્યો છ.ે (તસ્વીરઃ સંદિપ બગથરીયા(૬.૨૭)

(4:00 pm IST)