Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

રિવર્સ ઇ ઓકશન પધ્ધતિ ફળીઃ નાગરિક પુરવઠા નિગમને રૂ.ર૮.૭૧ કરોડની બચત

ચીજ વસ્તુઓના પરિવહન, ડોરસ્ટેપ ડીલીવરી અને લેબર કોન્ટ્રાકટમાં નવો પ્રયોગઃ જયેશ રાદડિયા, સંગીતાસિંઘ, રાજેષ પાઠકનું માર્ગદર્શનઃ મનીષ ભારદ્વાજને સફળતા

રાજકોટ, તા. ૭ :  ગુજરાતના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ હેઠળના નાગરિક પુરવઠા નિગમ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટ, ડોર સ્ટેપ ડીલીવરી અને લેબર કોન્ટ્રાકટમાં પ્રથમ વખત એન. કોડ સોલ્યુશન્સ પ્લેટફોર્મથી રિવર્સ ઇ ઓકશનનોપ્રયોગ કરાતા નિગમને ૧ વર્ષમાં રૂ. ર૮.૭૧ કરોડ રૂપિયાની બચત થઇ છે.

વિભાગના મંત્રી શ્રી જયેશ રાદડિયા, વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંઘ (આઇ.એ.એસ) અને નિગમના ચેરમેનશ્રી રાજેષ પાઠકના માર્ગદર્શન હેઠળ એમ.ડી.શ્રી મનીષ ભારદ્વાજે (આઇ.એ.એસ) કોન્ટ્રાકટરોમાં સ્પર્ધાનું તત્વ ઉમેરતા સરકારી નિગમને નોંધપાત્ર બચત થઇ છે.

શ્રી મનીષ ભારદ્વાજના જણાવ્યા મુજબ નાણાંકિય વર્ષ ર૦૧૮-૧૯ના વર્ષ દમ્યાન જિલ્લાવાર ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટસ તાલુકાના ડીએસડી કોન્ટ્રાકટસ અને લેબર કોન્ટ્રાકટસ એનાયત કરવા e-Tendering ને સ્થાને reverse-Auction પધ્ધતિની અમલવારી પ્રથમવાર જ શરૂ કરવામાં આવી.  નીગમદ્વારા (n) Code Solutions સાથે  reverse-Auction  પધ્ધતિ હેઠળ જિલ્લાવાર પરિવાહન ઇજારા, તાલુકા/ ઝોનવાર ડોર સ્ટેપ ડીલીવરી તેમજ ગોડાઉનવાર મજુરી કામના ઇજારા માટે  SERVICE PROVIDE કરવા MoUકરવામાં આવેલ છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજકોટ જીલ્લાના કિસ્સામાં જિલ્લા કલેકટરશ્રી,રાજકોટના અધ્યક્ષસ્થાને નિયત થયેલી સમિતિ દ્વારા ડોર સ્ટેપ ડીલીવરીના કોન્ટ્રાકટ માટેની કોર્ટ મેટરમાં જણાવેલ અવલોકનોને ધ્યાને લઇ નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯ દરમ્યાન તાલુકાવાર ડોર સ્ટેપ ડીલીવરીના કોન્ટ્રાકટ પણ રાજય સરકારના તા. ર૭-૦ર-ર૦૧રના ઠરાવને ધ્યાને લઇ નિગમ દ્વારા કેન્દ્રીય ધોરણે reverse e-Auction પધ્ધતિથી  એનાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે તે જ ધોરણે જિલ્લા કક્ષાએ જાહેર ટેન્ડર પ્રક્રિયા (e-tendering) થી  તાલુકાવાર મજુરી કામના ઇજારા સુપ્રત કરવાની પધ્ધતિમાં ફેરફાર કરીને કેન્દ્રીય ધોરણે નિગમની વડી કચેરી ખાતેથી (e-Tendeing) પધ્ધતિ અમલમાં મુકીને મજુરી કામના ઇજારા સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

શ્રી મનીષ ભારદ્વાજે જણાવેલ કે જિલ્લાવાર પરિવહન ખર્ચ ર૦૧૭-૧૮ માં અંદાજીત રૂ. ૮૭.૭૦ કરોડ છે. તે ર૦૧૮-૧૯ માં સંભવિત પરિવહન ખર્ચ ૭૮.૦૮ ટકા છે. વિતેલા વર્ષની સરખામણીએ ૧૧ ટકા ઘટાડો સંભવે છે. ડોર સ્ટેપ ડીલીવરી કોન્ટ્રાકટમાં ર૦૧૭-૧૮ માં ૬૧.૮ર કરોડ પરિવહન ખર્ચ થયેલ. તે ર૦૧૮-૧૯ માં ૪૬.પ૭ ટકા થવા પાત્ર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુન-ર૦૧૭ માં ડીઝલનો ભાવ રૂ. પ૯.ર૮/લીટરની તુલનામાં ફેબ્રુઆરી '૧૮ માસ દરમ્યાન રૂ. ૬૭.૩૧/લીટર થયેલ છે, જે મુજબ ૧૩.પપ% વધારો થયેલ છે. મોંઘવારી સૂચક આંકમાં આ સમયગાળા દરમ્યાન પ.૮ પોઇન્ટ એટલે કે ર.૦૧% નો વધારો થયેલ છે.

તાલુકાના ગોડાઉન કેન્દ્ર ખાતે અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ  (NFSA--ર૦૧૩માં PDS, MDM, ICDS...)ના મજુરી કામ (ચઢાઇ, ઉતરાઇ, સમભરતી...) ની ઓપરેશનલ કામગીરી માટે લેબર કોન્ટ્રાકટ પણ શરૂઆતથી  અને Manual System ર૦૦૩-૦૪ થી e-Tendering System થી એનાયત કરવામાં આવતાં હતા પરંતુ નાણાંકિય વર્ષ ર૦૧૮-૧૯ માટે ર૦૭ તાલુકા ગોડાઉન કેન્દ્રો ખાતે પ્રથમ વખત reverse e-Auction થી લેબર કોન્ટ્રાકટ એનાયત કરવાની કામગીરી પણ હાલ ચાલુમાં છે (૦પ માર્ચ ર૦૧૮ના ૧પ.૦૦ કલાકની સ્થિતિએ ર૦૭ તાલુકા ગોડાઉન કેન્દ્ર પૈકી ૧૩૬ તાલુકા ગોડાઉન કેન્દ્રોના થયેલ  reverse e-Auctionમાં કુલ રૂ. ૩૮૪.ર૭ લાખનો ઘટાડો/બચત થયેલ છે. બાકીના તાલુકા ગોડાઉનો માટે Reverse e.Auction ની કામગીરી ચાલુમાં છે જે ૮ માર્ચ '૧૮ સુધી ચાલશે. એકંદરે રિવર્સ ઇ ઓકશનના પ્રયોગ દ્વારા અત્યાર સુધી રૂ. ર૮.૭૧ કરોડની બચત થવા પામેલ છે. (૯.૩૭)

 

(3:59 pm IST)