Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

રૂ.સાડા પાંચ લાખની ઉઘરાણી પ્રશ્ને ધમકી આપવા અંગે આરોપી જામીનપર

રાજકોટ તા.૭: તાજેતરમાં ચકચાર જગાવનાર પ્રણવભાઇ ધીરૂભાઇ ભુતએ એવી ફરીયાદ નોંધાવેલ કે આરોપી સંજયભાઇ સખીયાએ ઉંચા વ્યાજે રકમ આપી, વ્યાજના રકમ આપી, વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે જાનથી મારી નાખવાની ધમકી આપી, બળજબરીથી ફરીયાદીથી ફરીયાદી પાસેથી કોરા ચેકોમાં સહીઓ કરવી તથા ફરીયાદીની પ્રોમીસરી નોટમાં સહીઓ કરાવી લેતા, પ્રણવ ભુતએ આરોપીઓ સામે કરેલ ફરીયાદના કામે આરોપી સંજય નારણભાઇ સખીયાએ રાજકોટના સેશન્સ જર્જ રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની હકિકત જોઇએ તો, ગોંડલ રોડ પર રામનગર શેરી નં.૨માં રહેતા પ્રણવ ધીરૂભાઇ ભુતએ રાજકોટના રહીશ (૧)સંજય નારણભાઇ સખીયા, (૨)લાભુબેન વા./ઓ. ગણેશભાઇ સખીયા, (૩)વિનુભાઇ સોજીત્રા, બધા રહે. રાજકોટનાએ સામે એ મતલબની ફરીયાદ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ કે, આરોપીએ ઉચા વ્યાજે રકમ રૂ.૫,૫૦,૦૦૦ આપી અને વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી ફરીયાદી પાસેના કોરા ચેકોમાં સહીઓ કરાવી ફરીયાદી તથા ફરીયાદીના ભાઇ સાહેદ દિપનો પણ ચેકમાં સહી કરાવી તથા ફરીયાદીની પ્રોમીસરી નોટમાં સહીઓ કરાવી લીધેલ હોવા સબંધેની ફરીયાદ નોંધાવેલ જેથી આરોપીએ જામીન અરજી કરી હતી.આરોપી જયુડીશ્યલ કસ્ટડીમાં છે વિગેરે હકીકતો ધ્યાને લેતા અરજદાર/આરોપી સંજય સખીયાને જામીન પર મુકત કરવાનુ મુનાસીફ માની કોર્ટે અરજદારને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં આરોપી સંજય સખીયા વતી રાજકોટના એડવોકેટ નિશાંત જોષી, કૈલાશ જાની, સહદેવ દુધાગરા, જય પારેડી, હિરેન ડોબરીયા, ધવલ ગઢીયા રોકાયેલ હતા.

(3:52 pm IST)