Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

જીનીયસ સ્કૂલમાં દિવ્યાંગ બાળકો અને તેના પરીવાર માટે 'ફેમીલી ટેલેન્ટ શો'

રાજકોટ, તા.૭ : જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કુલના પ્રાંગણમાં ચાલતા દિવ્યાંગ બાળકોના રિસર્ચ સેન્ટર, જીનીયસ સુપર કિડઝ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગ બાળકો અને તેમના પરિવારના સભ્યો માટે 'ફેમીલી ટેલેન્ટ શો-૨૦૧૮'નંુ આયોજન તા.૧૮ને રવિવારના રોજ કાલાવાડ રોડ પર, કોમ્મોપ્લેકસ સિનેમા સામે જીનિયસ ઇંગ્લીશ સ્કુલ ખાતે કરેલ છે. જેમાં માત્ર શહેર કે જીલ્લો નહિ પરંતુ સમગ્ર રાજયમાંથી પ્રતિભાવંત દિવ્યાંગ બાળકોને અહિં આવવા  આમંત્રણ અપાયુ છે. આ કાર્યક્રમ દિવ્યાંગ બાળકોને તેમના વાલીઓ હરહંમેશ જયારે પણ તેની જરૂર હોય ત્યારે તેમની સાથે છે, તેવો અહેસાસ અપાવશે.

આ કાર્યક્રમ માટે રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, અને ગાંધીનગરથી એન્ટ્રઓ મળી છે. દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ ડાન્સ, યોગ, સંગીત, ગાયન જેવી કૃતિઓ રજુ કરશે. ભાગ લેનાર તમામ બાળકને તેમના નામ સાથેના શિલ્ડ અપાશે. જયારે વિજેતા થનાર બાળકો અને વાલીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા અને સીઇઓ ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શન હેઠળ મંત્ર ફાઉન્ડેશનની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વધુ માહિતી માટે સંસ્થાના (મો.૯૯૨પ૯ ૪૯૪૯૪) પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(3:52 pm IST)