Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સીતારામ સોસાયટીમાં સીસીરોડનું ખાતમુહુર્ત

 વોર્ડ નં. ૬ માં આવેલ સીતારામનગર સોસાયટી ખાતે રૂ.૩ લાખના ખર્ચે સી.સી. રોડનું કામ કોર્પોરેટર દલસુખભાઇ જાગાણી, મુકેશભાઇ રાદડીયા, દેવુબેન જાદવ, સજજુબેન રબારીની સક્રીય રજુઆતથી હાથ ધરવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે. આ કામના ખાતમુહુર્ત પ્રસંગે વોર્ડ ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ કુંગશીયા, પૂર્વ ડે. મેયર ભરતભાઇ મકવાણા, દિગુભા વાઘેલા, ભરતભા સોરાણી, પિન્ટુભાઇ રાઠોડ, માલદેસિંહ ચુડાસમા, બાબુભાઇ વેકરીયા, મનસુખભાઇ જાદવ, નારણભાઇ  તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.

(3:52 pm IST)