Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

બે બસ? રેસકોર્ષ રીંગ રોડ પર માત્ર બે રેલીંગ ગોઠવીને થંભી જતા શાસકો

રાજકોટ : મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા રેસકોર્ષ રીંગ રોડ પરના મેયર બંગલાથી એરપોર્ટ રોડ તરફના ચોક સુધીના માર્ગની આ તસ્વીર છે. જ્યાં સેંકડો લોકો બેસીને નિરાંતની પળ માણે છે તે પાળીને કોર્પોરેશને તોડી પાડી છે (કારણ ભગવાન જાણે) અહીંયા દીવાલની જગ્યાએ ફોટામાં દેખાતી હોય તેવી રેલીંગ નાખવાની યોજના જણાય છે. આખા રોડ પર માત્ર બે જ રેલીંગ નાખીને તંત્ર અટકી જતા હવે પાળી પર બેસતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોન્ટ્રાકટ મંજુર કરીને શાસકો ફરજ પૂરી ગણતા હશે? રાજમાર્ગ પર કામની (અધો) ગતિ આવી હોય તો સ્માર્ટ સીટીના લોકોએ પ્રસિધ્ધી પ્રેમી શાસકો પાસેથી બીજી શું અપેક્ષા રાખવાની?

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(3:50 pm IST)