Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

દિકરી માટે દિલદારી

કાલે મહિલા દિને જન્મ લેનાર દિકરીઓને કોંગી કોર્પોરેટર વિજય વાંક સોનાનો દાણો આપશે

ર૩ માર્ચ સુધીમાં દિકરીનાં માતા-પિતાને પુરાવા સાથે સંપર્ક કરવા અનુરોધ

રાજકોટ તા. ૭ :.. મહાનગરપાલિકા વોર્ડ નં. ૧ર ના કોર્પોરેટર વિજયભાઇ વાંક (સભ્યશ્રી સ્ટેન્ડીંગ કમીટી) ની યાદી મુજબ  ૮ મી માર્ચે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ છે. રાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી કરાશે. આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રે આગવી  સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતીય વાયુસેના કોસ્ટગાર્ડ, રમત ગમત અને અન્ય ક્ષેત્રે  મહિલાઓનું યોગદાન રહ્યું છે. જમીન થી આસમાન સુધી મહિલાઓએ સફર ખેડી છે અને રાજકારણમાં પણ મહિલાઓને આગવું સ્થાન અને પ૦ ટકા નગરસેવકોમાં પ્રતિનિધિત્વ મળ્યું છે.

ત્યારે કોર્પોરેટર વિજયભાઇ વાંક દ્વારા હંમેશા દિકરીઓને પ્રોત્સાહન માટેના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં મવડી ખાતે પર૯ દિકરીઓને સમુહ લગ્નોત્સવમાં કન્યાદાન કર્યુ છે અને કરીયાવર આપેલ છે. અને હવે કાલે તા. ૮ મી માર્ચ રોજ રાજકોટ શહેરમાં જન્મ લેનાર 'નન્હી પરી' દરેક દિકરીઓને સોનાની ચુક (દાણો) આપવામાં આવશે. આ અંગે વાલીઓએ તા. ર૩ માર્ચ ર૦૧૮ સુધીમાં કોંગ્રેસ કાર્યાલય ૧પ૦ ફુટ રીંગ રોડ જનસંપર્ક કોંગ્રેસ કાર્યાલય, ઉમીયા ચોક, રાધે હોટેલ સામે રાજકોટ ખાતે સંપર્ક ર૩-૩ સુધીમાં પુરાવા સાથે આધાર રજૂ કરવો જરૂર જણાવે વિજયભાઇ વાંક મો. ૯૮ર૪પ ૮૦૯૮૦ અને ૮૭૮૦૭ ૧૮૬૮ર પર સંપર્ક કરવો.

(3:48 pm IST)