Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

જીઇબીઆ દ્વારા આંદોલન શરૃઃ પે. રીવીઝનનો મામલો રાજકોટ સહિત ૩૨ સ્થળે ધારણાઃ ૧૬૦૦ એ રજા મુકી

બી.એમ.શાહનું માર્ગદર્શનઃ સુત્રોચાર- દેખાવોઃ બોર્ડ દ્વારા મીંટીગોનો કોઇ દોર નહિ..

જીઇબી એન્જીનીયર્સ એસો. દ્વારા આજથી પોતાના આંદોલનનો પ્રારંભ કરાયો છે, રાજયમાં કુલ ૩ર સ્થળો ઉપર ધરણા યોજાયા છે, તસ્વીરમાં જીબીઆના આગેવાનો બી.એમ. શાહ, લાલકીયા, સાવલીયા તથા ભટ્ટ સાથે દેખાવો-ધરણા ઉપર બેઠેલા વીજ ઇજનેરો નજરે પડે છે.

 રાજકોટઃ જીબીઆ દ્વારા હડતાલની નોટીસના અનુસંધાને આજે સમગ્ર ગુજરાતમાં તમામ જીલ્લા મથકે તમામ પાવર સ્ટેશનોમાં કુલ ૩૨ જગ્યાઓ ઉપર પ્રતિક ઉપવાસના કાર્યક્રમો યોજાયા છે. જેમાં ૧૬૦૦ થી  વધુ જીબીઆના મેમ્બરોએ રજા મુકીને પ્રતિક ઉપવાસ ઉપર જોડાઇને ભાગ લીધો હતો.

તા.૧૯.૨ના રોજ જીબીઆ દ્વારા જીયુવીએનએલ મેનેજમેન્ટને હડતાલની નોટીસ આપવામાં આવેલ ત્યારબાદ મેનેજમેન્ટ તરફથી કોઇપણ પ્રકારના હકારાત્મક પગલાઓ લેવામાં આવેલ નથી. જીબીઆ સાથે ચર્ચા- વિચારણા કરવા માટે મીટીંગનું આયોજન પણ કરવામાં આવેલ નથી. રાજયમાં ઔધોગીક શાંતિ જળવાઇ રહે તેની જવાબદારી જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા જીબીઆની સતત અવગણના કરવામાં આવેલ છે. આથી, જીબીઆના મેમ્બરો નારાજ થઇ હતાશ થયેલ છે અને ના છુટકે આંદોલનો કરવાની ફરજ પડેલ છે.

 આ પહેલના પે-રીવીઝનમાં માન્ય યુનીયન - એસોસીએશનો સાથે મીંટીગોના દોર ચલાવી પુરતી ચર્ચા વિચારણા બાદ જ સંકલિત પે-રીવીઝન કરવામાં આવતુ હતું. પરંતુ આ વખતે પે-રીવીઝન બાબતની કોઇપણ ચર્ચા વિચારણા કરવામાં આવેલ નથી. જેથી અધિકારીઓ અને કર્મચારીઓમાં નિરાશા વ્યાપી ગયેલ છે. જે લાંબાગાળે રાજય અને કંપનીને નુકશાન કર્તા સાબિત થવાની શકયતા છે.

(3:47 pm IST)